Coronavirus Effect: ગુજરાતમાં હવે ગલ્લે ઉભા રહીને પાન મસાલા નહીં ખવાય

17 July, 2020 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Effect: ગુજરાતમાં હવે ગલ્લે ઉભા રહીને પાન મસાલા નહીં ખવાય

પ્રતીકાત્મક તસવીર

Covid-19ના રોગચાળાને પગલે ગુજરાતમાં પાનનાં ગલ્લા, પાર્લર્સ બધુ જ સજ્જડ બંધ હતું. અનલૉકની સાથે આ બધું ખોલવાનો નિર્ણય તો લેવાયો પણ લોકોએ તો સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરી નાખી અને નિયમો તોડ્યા.આ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-AMC અને સરકાર દ્વારા પાન મસાલા પાર્લર પર કડક પગલાં લેવાયા.  લેવાની શરૂઆત કરાઇ હતી. છેલ્લા ચાર દિવસના ૬૦૦થી વધુ પાન પાર્લર સીલ કરાયા હતા. કારણકે ત્યાં લોકો ટોળે વળતા અને કોઇની પણ રોકટોક વગર આ બધું ચાલતું.

ગુજરાત પાન-ગલ્લા શોપ ઓનર્સ એસોસિયેશન પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે, આવતીકાલથી ગુજરાતમા પાન ગલ્લા પરથી લાઇવ પાન મસાલા નહી બંને. આ ઉપરાંત પાન મસાલાની પાર્સલ સેવા જ ઉપલબ્દ કરાશે. AMCની ચાર દિવસની કામગીરીથી પાન ગલ્લા અને પાન પાર્લરના માલિકોને બહુ નુકસાન થયું છે. AMCએ  ૧૦ હજાર દંડની જોગવાઇ કરી છે, જે ખરેખર અયોગ્ય છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે રોગચાળા સામે લડવા માટે પાન મસાલા શોપ ઓનર્સ સરકારની સાથે છે અને કામગીરીમા સરળતા વધે તથા લોકો જાગૃત થાય તે માટે તેમણે આ નિર્ણય લીધો છે. આ સાથે સરકારે પણ પાન મસાલા માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી ઘટાડવી જોઇએ.
પાન મસાલા ઓનર્સને લાગે છે કે આ નિર્ણયથી અમારા ગ્રાહકો ઘટશે. પરંતુ અત્યારનાં સંજોગોમાં આ જરૂરી છે અને માટે તેઓ ગ્રાહકોને અપીલ કરે છે કે તેઓ ગલ્લે આવે ખરાં પણ અહીં ઉભા ન રહે અને પાન મસાલા લઇ ત્યાંથી જતા રહે.  

gujarat covid19 coronavirus ahmedabad