ગુજરાતમાં આજથી માસ્ક ન પહેરનારા પાસેથી વસૂલાશે 1000 રૂપિયાનો દંડ

11 August, 2020 12:31 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં આજથી માસ્ક ન પહેરનારા પાસેથી વસૂલાશે 1000 રૂપિયાનો દંડ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસ દિવસે-દિવસે વધુ ઘાતક બની રહ્યો છે, જેના કારણે ગઈ કાલે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. રાજ્યમાં આજથી માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ-કૉન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધારવાની જાહેરાત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં હાઈ કોર્ટની ટકોર પછી એના પર રાજ્ય સરકારે વિચાર વિમર્શ કર્યો છે અને હાઈ કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે રાજ્યમાં આજથી માસ્ક ન પહેરવા પર ૧૦૦૦ રૂપિયાનો દંડ લેવાનો અમલ કરવામાં આવશે. રાજ્યમાં આજથી એટલે કે ૧૧ ઑગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારી વ્યક્તિઓને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

gujarat ahmedabad covid19 coronavirus lockdown Vijay Rupani