કોરોના સંકટ જોતાં જગન્નાથજીની 143મી રથયાત્રા સાદાઈથી નીકળશે

02 June, 2020 09:41 AM IST  |  Ahmedabad | Agencies

કોરોના સંકટ જોતાં જગન્નાથજીની 143મી રથયાત્રા સાદાઈથી નીકળશે

જગન્નાથજી રથ યાત્રા

ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા ૨૩ જૂને નીકળશે, પરંતુ અત્યારની કોરોના મહામારીની પરિસ્થિતિમાં જગન્નાથજી મંદિરમાં ટ્રસ્ટીઓ, મહંતોની રથયાત્રા સંદર્ભની પ્રાથમિક ચર્ચા માટેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે રથયાત્રા સાદાઈથી નીકળશે. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે આ વખતે રથયાત્રામાં અખાડા, ટ્રક, ભજનમંડળીઓ નહીં જોડાય. 

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે ‘જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રા મહોત્સવ કે જે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાતો હોય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઊમટી પડતાં હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ઊભા થયેલા સંજોગોને કારણે ૫મી જૂન, ૨૦૨૦ શુક્રવારે જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રાનું આયોજન પણ અત્યંત સાદાઈથી યોજાશે જેમાં નગરજનો જોડાઈ શકશે નહીં.

gujarat ahmedabad