Coronavirus Scare: AMC કહે છે આ 11 ફ્લાઇટમાં સફર કરી હોય તો ચેતજો

27 March, 2020 06:13 PM IST  |  Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: AMC કહે છે આ 11 ફ્લાઇટમાં સફર કરી હોય તો ચેતજો

અમદાવાદ એરપોર્ટ, ફાઇલ ફોટો

ગુજરાતમાં કોરોનાવાઇરસથી ત્રીજું મોત થયું છે અને આખો દેશ લૉકડાઉનની સ્થિતિમાં છે ત્યારે અમદાવાદમાં ૧૧ ફ્લાઇટનુ લિસ્ટ જાહેર કરાયું છે અને કહેવાયું છે કે તમારા પરિવાર કે ઓળખિતામાંથી કોઇપણ આ ફ્લાઇટમાં મુસાફરી કરીને આવ્યું હોય અને હજી હોમ ક્વૉરેન્ટાઇન ન કર્યું હોય તો 104 અથવા 15503 પર ફોન કરીને જાણ કરવી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે અમદાવાદમાં આવેલા 12 પૉઝિટીવ કેસિઝમાંથી 11 કેસિઝ ફ્લાઇટમાં આવેલા હતા અને તેમને ક્વોરેટન્ટાઇન કરી દેવાય છે પરંતુ અમદાવાદ ઉતરીને કોઈ બીજા શહેરમાં ગયા હો અને ક્વૉરેન્ટાઇનમાં ન ગયા હોય તો આ વ્યક્તિઓએ અમને જાણ કરવી અને સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ જવું. આ ફ્લાઇટ્સની યાદી પણ ટ્વિટર પર જાહેર કરાઇ છે. 

આ 11 ફ્લાઇટમાં આવેલા પેસેન્જર્સમાંથી એકને લઇ જનારા ટેક્સી ડ્રાઇવરને પણ ચેપ લાગ્યો હતો અને માટે જ જરૂરી છે કે આ 11 ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓની માહિતી મળે કારણકે તો જ સંક્રમણ અટાવી શકાશે. ગાંધીનગર અને વડોદરામાં એક જ પરિવારનાં સભ્યોને કોરોના વાઇરસનો પૉઝિટીવ રિપોર્ટ આવ્યું હોવાની ઘટના બની છે. ગાંધીનગરમાં યુવક દુબઇથી આવ્યો હતો જ્યારે વડોદરાના બિલ્ડરે શ્રીલંકાથી ભારતની મુસાફરી કરી હતી.

covid19 coronavirus ahmedabad gujarat