Corona Virus Update : ગુજરાતમાં Covid-19નાં કેસની સંખ્યા વધી, કુલ 18

22 March, 2020 01:45 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Corona Virus Update : ગુજરાતમાં Covid-19નાં કેસની સંખ્યા વધી, કુલ 18

ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસ વધ્યા

ઘાતક કોરોના વાઇરસના કેસ દેશની સાથે સાથે હવે ગુજરાતમાં પણ વધી રહ્યા છે. નીતિન પટેલએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસનો આંકડો વધીને 18 પર પહોંચ્યો છે. 

ઉલ્લેખનીય છે કે શુક્રવારે આ આંકડો 7 પર હતો જેમાંથી અમદાવાદમાં બે કેસ અને વડોદરામાં એક કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસનાં પોઝિટીવ કેસિઝનો આંકડો 300 પાર થયો છે અને 5ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસનાં સૌથી વધુ એટલે કે કુલ 74 કેસ છે.

શુક્રવારે સવારે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રાલય રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કોવિડ 19ના વધુ ત્રણ કેસ આવ્યા હતા જેમાં હવે બે કેસનો વધારો થતા રાજ્યમાં કુલ સાત કેસ પૉઝિટીવ આવ્યા હતા. જેમાંથી પાંચ ગઈ કાલે જ પૉઝિટીવ આવ્યા એવી માહિતી છે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રાલય રિપોર્ટ કર્યા અનુસાર ગુરુવારે સાંજે રાજ્યમાં કોવિડ-19ના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા એક દર્દી રાજકોટનો રહેવાસી છે જ્યારે બીજો કેસ સુરતના શખ્સ સાથે થયો. આ સમાચાર સાથે દેશમાં કોરોના વાઇરસનાં પોઝિટીવ કેસિઝનો આંકડો 300ની પાર પહોંચ્યો છે તેમજ 4 જણનું મૃત્યુ થયું. મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસનાં સૌથી વધુ એટલે કે કુલ 74 કેસિઝ છે.

નોંધનીય છે કે ગુજરાત સરકાર અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે. રાજ્યમાં શાળાઓ બંધ કરી દેવા છે તથા મંદિરો જેવા જાહેર સ્થળો પણ બંધ કરી દેવાયા છે. ગુજરાત રાજ્ય સરકારે પહેલેથી જ આ પગલા લીધા હતા પરંતુ છતાંય આ ઘાતક વાઇરસનાં 14 કેસ રાજ્યમાં નોંધાયા છે.

gujarat vadodara ahmedabad coronavirus covid19