Coronavirus: અમદાવાદમાં પોલીસે શાકની લારી ઉંધી વાળી, PI સસ્પેન્ડ કરાયા

01 April, 2020 06:49 PM IST  |  Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: અમદાવાદમાં પોલીસે શાકની લારી ઉંધી વાળી, PI સસ્પેન્ડ કરાયા

કોરોનાવાઇરસને કારણે થયેલા લૉકડાઉનને પગલે અમદાવાદનો એક વીડિયો બહુ વાઇરલ થયો છે જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર શાકભાજીવાળાની લારીઓ ઉંધી વાળી રહ્યા છે.  આ વીડિયો ભારે સર્ક્યુલેટ થયો અને અંતે ગુજરાતના ડીજીપીએ આ કરનારા ઇન્સ્પેક્ટર્સને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

ઘણાં બધાં ફળવાળા અને શાકવાળા આ વીડિયોમાં દેખાય છે અને તેઓ પોતાની લારીઓ બચાવવા દોડી રહ્યા છે પણ ઇન્સ્પેક્ટર્સ તેમની પર ફરી વળે છે અને ગુસ્સામાં બધી લારીઓ ઉંધી ચત્તી કરી દે છે. આ વીડિયો પર લોકોએ બહુ રોષ વ્યક્ત કર્યો હતો કારણકે આજે લોકોને વસ્તુઓની માટે હાલાકી થઇ રહી છે ત્યારે આ રીતેનો વહેવાર કેવી રીતે માન્ય હોઇ શકે.અમદાવાદનાં કૃષ્ણનગર ખાતે ઉત્તમ નગર વિસ્તારમાં કેનાલ પાસે લારીવાળાઓ નિકળ્યા હતા અને આ સમયે જ ત્યાં પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું.

 પોલીસે લારીઓ ઉભી રાખી અને એકબીજાથી દૂર ઉભા રહેવા કહ્યુ પણ શાકવાળાઓએ તેમ ન કર્યું અને સૂચનાનું પાલન ન  થતાં પોલીસને ભારે ગુસ્સો ચઢ્યો હતો અને લારીવાળાઓને દંડાથી ફટકારીને તેમની લારીઓ ત્યાં જ ઉંધી વાળી દેવાઇ હતી. આ વીડિયો અમદાવદામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને જલદી જ PI સહિતનાં સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

covid19 coronavirus ahmedabad gujarat