વિવાદ: પેપરમાં ગુજરાત રમખાણો 2002 પર પૂછાયો સવાલ, CBSEએ ટ્વિટ કરી કહ્યું કે.. 

02 December, 2021 12:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ પરિષદ (CBSE)એ 12માં ધોરણની પરીક્ષામાં ગુજરાત રમખાણો પર પૂછેલા સવાલ પર પોતાની ભૂલ સ્વીકારી છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ પરિષદ (CBSE)એ 12માં ધોરણની પરીક્ષામાં ગુજરાત રમખાણો પર પૂછેલા સવાલ પર પોતાની ભૂલ સ્વીકારી છે. CBSEના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્રશ્નપત્રમાં આવા સવાલ કરવા પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. 12માં ધોરણના સમાજ શાસ્ત્રના પેપરમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે 2002માં ગુજરાત રમખાણો કઈ સરકારના શાસન દરમિયાન થયા હતાં. 

જો કે, સીબીએસઈના એક અધિકારી અનુસાર, એવો સવાલ કરવામાં આવ્યો હતો કે ` 2002માં ગુજરાતમાં મુસ્લિમ વિરોધી હિંસા` કઈ સરકાર  દરમિયાન થઈ હતી. આ સવાલના ચાર વિકલ્પ આ પ્રકારે હતા, કોંગ્રેસ, બીજેપી, ડેમોક્રેટિક, રિપબ્લિકન. ત્યાર બાદ આ સવાલને લઈ વિવાદ ઉભો થયો હતો. વિવાદ વકરતો જોઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને ટ્વિટ કરી આ અંગે અફસોસ વ્યક્ત કર્યો તો. 

સીબીએસઈએ બીજા અન્ય ટ્વિટમાં લખ્યું કે, `પેપર બનાવનારો માટે સીબીએસઈનો નિર્દેશ સ્પષ્ટ છે કે શૈક્ષણિક આધારને ધ્યાને રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે. આમાં કોઈ પણ એવા વિષય કે ક્ષેત્ર વિશે પૂછવું જોઈએ નહીં કે જેનાથી કોઈ પણ વ્યક્તિની સામાજીક અથવા રાજનીતિક દળોની ભાવનાને ઠેંસ પહોંચે.`

 

 

 

 

 

 

 

gujarat gujarat news