ગુજરાત કૉંગ્રેસના વધુ એક વિધેયકે રાજ્યસભા ચૂંટણી પહેલા આપ્યું રાજીનામું

05 June, 2020 03:10 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત કૉંગ્રેસના વધુ એક વિધેયકે રાજ્યસભા ચૂંટણી પહેલા આપ્યું રાજીનામું

કૉંગ્રેસ

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદ કૉંગ્રેસ વિધેયકોના રાજીનામાં શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી 8 વિધેયકોએ કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. કૉંગ્રેસ વિધેયક બ્રિજેશ મેરજાએ શુક્રવારે વિધાનસભાના સભ્ય તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા કર્જનથી અક્ષય પટેલ, કપરાડાથી જીતુ ચૌધરીએ પણ પોતાનું રાજીનામું સ્પીકરને સોંપ્યું હતું. રાજ્યમાંથી ચાર રાજ્યસભા સીટ માટે 19 જૂનના ચૂંટણી થવાની છે.

વિધાનસભા સચિવે પુષ્ટિ કરી કે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મેરજાનું રાજીનામું સ્વીકારી લીધું છે. મેરજાએ મોરબી સીટથી ચૂંટણી જીતી હતી. છેલ્લા ત્રણ દિવસમાં રાજીનામું આપનારા કૉંગ્રેસના ત્રીજા વિધેયક છે. નોંધનીય છે કે આ પહેલા માર્ચમાં ગુજરાત કૉંગ્રેસના પાંચ વિધેયકોએ રાજીનામું આપી દીધું હતું.

કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું
વિધેયક તરીકે રાજીનામું આપતાં પહેલા મેરજાએ કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસ વિધેયક અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ બુધવારે સાંજે રાજીનામું આપી દીધું હતું. આ પહેલા માર્ચમાં પણ કૉંગ્રેસના પાંચ વિધાયકોએ રાજીનામું આપી દીધું હતું.

ભાજપે ત્રણ અને કૉંગ્રેસે કરી બે ઉમદવારોની જાહેરાત
રાજ્યમાંથી રાજ્યસભાની ચાર સીટ માટે તાજેતરમાં જ ભાજપે ત્રણ અને કૉંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરી અમીન આ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કૉંગ્રેસે વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકને ઉમેદવાર બનાવ્યા છે.

કૉંગ્રેસ પાસે બચ્યા 66 વિધેયક
હાલના ઘટનાક્રમ પછી રાજ્યની 183 સભ્યો વિધાનસભામાં સત્તારૂઢ ભાજપના 103 અને વિપક્ષ દળ કૉંગ્રેસના 66 વિધેયક છે. એવામાં ચારમાંથી બે રાજ્યસભા સીટ પર જીત નોંધાવનારના દાવે અનિશ્ચિતતાના વાદળ ઘેરાયા છે.

Gujarat Congress congress national news gujarat