કૉન્ગી એમએલએ ભરત ઠાકોરની કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાતથી રાજકારણ ગરમાયુ

23 August, 2019 10:39 AM IST  |  અમદાવાદ

કૉન્ગી એમએલએ ભરત ઠાકોરની કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાતથી રાજકારણ ગરમાયુ

કૉન્ગી એમએલએ ભરત ઠાકોરની કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાતથી રાજકારણ ગરમાયું

અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવતા કૉન્ગ્રેસના ભરત ઠાકોર બીજેપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા હતા. જોકે આ મુલાકાત તેમણે બીજેપીના એમપી જુગલજી ઠાકોરના ફાર્મહાઉસમાં કરી હતી. આ આખી બાબતથી હાલ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભરત ઠાકોર બહુચરાજીના એમએલએ છે. તેમણે આ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હું મારા વિસ્તારના લોકોના પ્રશ્નોની રજૂવાત માટે ગયો હતો. હું બીજેપીમાં જોડાવાનો નથી.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

 ભરત ઠાકોરની કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથેની મુલાકાતોથી ઘણી અટકળો શરૂ થઈ છે. લોકોમાં ચર્ચા છે કે અલ્પેશ ઠાકોરની જેમ જ ભરત ઠાકોર પણ બીજેપીનો કેસરિયો ધારણ કરી શકે છે. આ મુલાકાતમાં ભરતજી ઠાકોર કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાતમાં ઘણા જ ખુશ દેખાઈ રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહેસાણાની ઓએનજીસીની મુલાકાતે આવ્યા હતા ત્યારે હું મળવા ગયો હતો. મેં તેમને જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં એટલે બહુચરાજીમાં ઓએનજીસીના ઘણા પૉઇન્ટ આવેલા છે. તેથી હું ત્યાંના પ્રાણપ્રશ્નો લઈને હું ગયો હતો. આ ઉપરાંત યુવાનોની જમીન માટે, ખેડૂતોને જે વળતર નથી ચુકવાયું એ બાબતે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવા માટે ગયો હતો. બાકી જે પણ અટકળો ચાલે છે કે હું બીજેપીમાં જોડાવાનો છું એ એકદમ વાહિયાત છે.

gujarat Gujarat BJP Gujarat Congress