અમદાવાદ : એરબેગ ન ખુલતા કાર કંપનીએ ચુકવ્યા 2.5 લાખ

29 March, 2019 04:07 PM IST  |  અમદાવાદ

અમદાવાદ : એરબેગ ન ખુલતા કાર કંપનીએ ચુકવ્યા 2.5 લાખ

એયર બેગ ન ખુલતા કાર કંપનીને દંડ

અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે કે તમે સાંભળીને ચોકી ઉઠશો. શહેરના એક વ્યક્તિને અકસ્માતમાં કારના એરબેગ ખુલ્યા ન હતા. જેને પગલે કાર કંપનીએ એ વ્યક્તિને 2.5 લાખ ચુકવવા પડ્યા હતા. જોકે આ વાત 2011ની છે. પરંતુ કંસ્યુમર કોર્ટમાં આ ચુકાદો હમણા આપતા કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો.

અહી જાણો આખી ઘટના શું હતી...
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અભય કુમાર જૈને વર્ષ 2010માં પ્રીમિયમ હેચ બેક કાર ખરીદી હતી. જેના એક વર્ષ બાદ જુલાઇ 2011માં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સમયે એરબેગ ખુલ્યા ન હતો. જોકે કોઇ મોટી જાનહાની થઇ ન હતી. જેને પગલે અભયકુમાર ઈચ્છતા હતા કે કારના મેન્યુફેક્ચરર અને ડીલર તેને આખી કારની કિંમત પાછી આપે અથવા તો કાર બદલી આપે. તે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ગયા અને ફરિયાદ કરી કે વાહનમાં ખામી હતી અને અકસ્માત સમયે એરબેગ ન ખુલી. સાથે તેણે કંપની પર માનસિક થાક અને કાયદાકીય લડત માટેના 35 હજાર રૂપિયાની પણ માંગણી કરી.

 

કાર કંપનીએ કોર્ટની નોટિસ ન સ્વીકારી
કાર મેન્યુફેક્ચરે તેની કોર્ટની નોટિસ તો ન સ્વીકારી અને સ્થાનિક ડીલરે ફરિયાદનો વિરોધ કર્યો. જે બાદ સર્વેયર પાસે પણ કરાવવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે કારમાં મેન્યુફેક્ચરિંગ ડીફેક્ટ હતી જેના કારણે એરબેગ સમયસર ન ખુલી.

આ પણ જુઓ : ઉનાળામાં તડકાથી બચવા આ ગુજરાતી એક્ટ્રેસની જેમ પહેરો સનગ્લાસિસ

અંતે કન્ઝુમર કોર્ટના આદેશનું કાર કંપનીએ પાલન કર્યું
તમામ બાબતોને ધ્યાનમાં લઈ કન્ઝ્યુમર કોર્ટે કારને રીપ્લેસ કરવાની વાત માનવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે કાર વૉરંટીમાં હતી તે સમય દરમિયાન જ આ ઘટના થઈ. કોર્ટે કંપનીને 2 લાખ વળતર તરીકે અને 50 હજાર અન્ય ખર્ચ માટે ચુકવવાનો હુકમ કર્યો.

ahmedabad gujarat automobiles