કિંજલ દવે હવે “ચાર ચાર બંગડી” ગીત ગાઇ શકશે, કોમર્શિયલ કોર્ટે આપી મંજુરી

20 April, 2019 10:46 PM IST  |  અમદાવાદ

કિંજલ દવે હવે “ચાર ચાર બંગડી” ગીત ગાઇ શકશે, કોમર્શિયલ કોર્ટે આપી મંજુરી

કિંજલ દવે (PC : Instagram)

છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું પ્રખ્યાત ગીત ચાર ચાર બંગડી વાળી ગાડીના કોપી રાઇટનો વિવાદ સામે આવ્યો હતો. જેને પગલે કોર્ટે કોઇ સબુત ન મળતા ગાયિકા કિંજલ દવેને રાહક આપી છે. કોર્ટે કિંજલના વકીલની રજૂઆત માન્ય રાખી  કાર્તિક પટેલનો દાવો ફગાવી દીધો છે.


શું હતો આ મામલો

મૂળ ગુજરાતના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે આ મામલે કોપી રાઈટના ભંગનો કેસ કર્યો હતો. કાર્તિકે આ ગીતને લઇને કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેણે લખ્યું છે અને તેમાં 'બે-ચાર ફેરફાર' કરીને તેને ફરીથી બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ જુઓ : હેપી બર્થ ડે વિરલ રબારીઃ આ છોકરો છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો 'લકી ચાર્મ'

અરજી બાદ શું કહ્યું કોર્ટે
કાર્તિકની અરજી બાદ કોમર્શિયલ કોર્ટે કોપી રાઇટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યૂ-ટ્યૂબ સહિત સોશિયલ પ્લેટફૉર્મ્સ પરથી હટાવી લેવાનો તથા જાહેર કાર્યક્રમોમાં તેને પર્ફોર્મ નહીં કરવાનો પણ આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કિંજલ દવેએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે તેને આ સોંગ ગાવાની છૂટ આપી હતી.

ahmedabad gujarat entertaintment