કોલ્ડ વેવ: દેશમાં જવાનું થાય તો સ્વેટર લઈને જ જજો

15 November, 2020 07:30 AM IST  |  Rajkot | Rashmin Shah

કોલ્ડ વેવ: દેશમાં જવાનું થાય તો સ્વેટર લઈને જ જજો

ફાઈલ તસવીર

દિવાળી આવતાની સાથે જ ગુજરાતમાં ઠંડીએ પણ ચમકારો દેખાડવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતની ઠંડીમાં ૪થી ૭ ડિગ્રી જેટલો વધારો થયો છે, જેને કારણે ગઈ કાલે ગુજરાતમાં ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાકમાં ગુજરાતમાં કોલ્ડ વેવ શરૂ થશે જેને લીધે હજી પણ ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થશે અને લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી જેટલું ઘટી શકે છે.

ગઈ કાલે ગુજરાતના વલસાડ, નલિયા, અમરેલી અને ડીસામાં લઘુતમ તાપમાન છેક ૧૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું; તો ગાંધીનગર, ભાવનગર, પોરબંદર, રાજકોટ, દિવ, મહુવા, કેશોદ અને કંડલામાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીથી પણ ઓછું રહ્યું હતું.

નવા વર્ષનો આરંભ ગુજરાતમાં કોલ્ડ વેવથી થશે જેને કારણે ગુજરાતનું લઘુતમ ટેમ્ચરેચર ૧૨થી ૧૩ ડિગ્રી જેટલું થાય એવી પૂરી સંભાવના છે.

gujarat ahmedabad rajkot Rashmin Shah