મત માંગવા ગયેલા બાવળિયાને ગામની મહિલાઓએ ઘેર્યા, જાણો પછી શું થયું

13 April, 2019 06:35 PM IST  |  જસદણ

મત માંગવા ગયેલા બાવળિયાને ગામની મહિલાઓએ ઘેર્યા, જાણો પછી શું થયું

મત માંગવા ગયેલા બાવળિયાને મહિલાઓએ ઘેર્યા

રાજકોટના જિલ્લાના જસદણના કનેસરા ગામમાં મત માંગવા માટે ગયેલા કુંવરજી બાવળિયાને મહિલાઓએ પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી. પાણીના ધાંધિયાથી કંટાળેલી મહિલાઓએ પાણી પુરવઠા મંત્રીને ઘેરી લીધા અને રજૂઆત કરી. ત્યારબાદ બાવળિયા અને ભરત બોઘરાએ સ્થાનિક મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

બાવળિયાએ ચૂંટણી કરાવી યાદ
પાણી માટે રજૂઆત કરી રહેલી મહિલાઓને ભરત બોઘરાએ કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે તમારો વિકાસ નથી થઈ રહ્યો. આ મામલે કુંવરજી બાવળિયાએ એમ પણ કહ્યું કે ગઈ ચૂંટણીમાં તમે મને 45 થી 55 ટકા જ મત આપ્યા હતા. ત્યારે બધા કેમ ભેગા થઈને ન આવ્યા. હું કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું તેમ છું. જો મને મત આપ્યો હોત તો વિકાસ થાત.

2017 લોકસભા ચૂંટણી માટે જસદણ ભાજપના ઉમેદવાર ભરત બોઘરાએ તો લોકોને ત્યાં સુધી કહ્યું કે બાવળિયાને મળવા માટે લોકો લાઈન લગાવે છે પરંતુ તેઓ અહીં આવ્યા છે, અને તમને ખબર નથી. જે બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચોઃ જસદણ પેટાચૂંટણીઃ કુંવરજી બાવળિયા, અવસર નાકિયાએ આપ્યો મત

ગામની મહિલાઓમાં રોષ
પાણીના પ્રશ્ને પરેશાન મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  બાવળિયાના ગયા પછી મહિલાઓ બોલતી જોવા મળે છે કે નેતાઓ ચૂંટણી સમયે મત માંગવા આવે છે પણ ચૂંટણી બાદ કોઈ સામું નથી જોતું.

gujarat Gujarat Congress Gujarat BJP Loksabha 2019