Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જસદણ પેટાચૂંટણીઃ કુંવરજી બાવળિયા, અવસર નાકિયાએ આપ્યો મત

જસદણ પેટાચૂંટણીઃ કુંવરજી બાવળિયા, અવસર નાકિયાએ આપ્યો મત

24 December, 2018 05:09 PM IST |

જસદણ પેટાચૂંટણીઃ કુંવરજી બાવળિયા, અવસર નાકિયાએ આપ્યો મત

કુંવરજીએ લીધા માતાના આશીર્વાદ

કુંવરજીએ લીધા માતાના આશીર્વાદ


આજે ગુરૂવારે જસદણની પેટા ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું.

તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જસદણ તાલુકામાં બે કલાકમાં સરેરાશ 15.74 ટકા મતદાન થયું છે.



કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી જસદણ બેઠક પર કુલ 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે પરંતુ આ બેઠક પર કોંગ્રેસમાંથી બે દાયકાથી વધુ સમય રહ્યા બાદ ભાજપમાં ગયેલા અને કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર તેમજ બાવળિયાના ચેલા ગણાતા અવસર નાકીયા વચ્ચે સીધો જંગ છે.


છકડો ચલાવીનો મતદાન કરવા ગયા અવસર નાકિયા


 વીતેલા વર્ષોની ચૂંટણીના વિશ્લેષણ મુજબ આ બેઠક પર કોઈપણ ઉમેદવાર ચાર-પાંચ ટકા મતના માર્જીનથી જ જીત મેળવે છે. પાંચ રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ જનતાનો મેન્ડેટ આવ્યો હોવાથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે અને લોકસભા ચૂંટણીની અગાઉ જસદણ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે મરણીયા પ્રયાસો કર્યા હતા અને પ્રદેશના ટોચના નેતાઓનો કાફલો પ્રચાર માટે ખડકી દીધો હતો. બાવળિયા અહીં લોકપ્રિય ચહેરો છે અને સારો લોકસંપર્ક ધરાવે છે પરંતુ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હવે પ્રજા તેમને આવકારે છે કે જાકારો આપે છે તે જોવું રહેશે. જસદણ પેટા ચૂંટણીના પરિણામ 23 ડિસેમ્બરના આવશે.

જસદણ બેઠક માટે જસદણ તાલુકાના ૧૬૫ મતદાન મથકો જેમાં, વિંછીયા તાલુકાના ૯૦ મથકો અને ગોંડલ તાલુકાના ૭ મતદાન મથકો મળી કુલ ૨૬૨ મતદાન મથકોએ મતદાન શરૂ થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 05:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK