ઉત્તરાખંડઃ મરતા પહેલા બસ ડ્રાઈવરે બચાવ્યો સુરતના 30 યાત્રિકોનો જીવ

15 May, 2019 10:45 AM IST  |  ઉત્તરાખંડ

ઉત્તરાખંડઃ મરતા પહેલા બસ ડ્રાઈવરે બચાવ્યો સુરતના 30 યાત્રિકોનો જીવ

ડ્રાઈવરે સમયસુચકતાથી બચાવ્યા યાત્રાળુઓના જીવ

સુરતના મુસાફરોને લઈ જતી બસના ડ્રાઈવરની સમયસુચકતાથી 30 લોકોનો જીવ બચ્યો છે. ગંગોત્રી યાત્રા પરથી પરત ફરતા સમયે બસના ચાલકને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેનાથી તેનું મોત થઈ ગયું પરંતુ મરતા પહેલા તેણે બસને રોકી દીધી. બસ રોકાયા બાદ ચાલકનું મોત થઈ ગયું પરંતુ તે પહેલા તેણે 30 લોકોના જીવ બચાવી લીધા.

સુરતના યાત્રિકો હતા બસમાં
મળતી જાણકારી અનુસાર સુરતના મુસાફકો ગંગોત્રી ધામની યાત્રા પર આવ્યા હતા. અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા. મૃતક ડ્રાઈવર ભરત પંવાર ઋષિકેશના નિવાસી હતા અને તેઓ આ યાત્રિકોની બસ ચલાવી રહ્યા હતા. ભટવાડી પાસે બસ ચાલકની તબિયત બગડવા લાગી. પરંતુ તેમણે પુરા સંયમ અને બહાદુરીથી બસને સાઈડમાં રોકી.

આ પણ વાંચોઃ ચારધામ યાત્રાઃ ભક્તો માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ


ડ્રાઈવરનું થયું મોત
ડ્રાઈવરને બસ રોક્યા બાદ યાત્રિકો અને સ્થાનિક લોકોએ મળીને તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. જો કે તે પહેલા તેઓ 30 લોકોના જીવ બચાવતા ગયા.

surat gujarat