બુલેટ ટ્રેનઃજાપાનથી આવેલા પત્રકારોએ સુરતમાં જાણી ખેડૂતોની સમસ્યા

19 March, 2019 09:06 PM IST  |  સુરત

બુલેટ ટ્રેનઃજાપાનથી આવેલા પત્રકારોએ સુરતમાં જાણી ખેડૂતોની સમસ્યા

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પડી ચૂક્યા છે. જો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જાહેરાત થવાની સાથે જ જુદા જુદા વિવાદોમાં રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની સમસ્યા જાણવા છેક જાપાનથી પત્રકારો સુરત પહોંચ્યા હતા.

આ પત્રકારોએ સુરતના જહાંગીરપુરાની જિનિંગ મિલ ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પત્રકારોએ ખેડૂતોનો પક્ષ સાંભળ્યો, ખેડૂતોને બુલેટ ટ્રેન સામે કયા કયા મુદ્દે વિરોધ છે, તેની માહિતી મેળવી હતી. બાદમાં પત્રકારોએ દક્ષિણ ગુજરાતના કેડૂતો સાથે પણ નવસારીમાં મુલાકાત કરી.

આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. જમીન સંપાદનથી લઈ જુદા જુદા મુદ્દે વિરોધને પગલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સતત ચર્ચામાં રહ્યો છે. ખેડૂતો આ મામલે રેલી યોજીને કલેક્ટરને આવેદન પર આપીને વિરોધ પણ દર્શાવ્યો હતો. બાદમાં ખેડૂતો આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરી ચૂક્યા છે. ત્યારે ખેડૂતોનો મત જાણવા, ખેડૂતોની મુશ્કેલી જાણવા માટે જાપાનના પત્રકારો ડેલિગેશન સાથે સુરત પહોંચ્યા છે.

surat gujarat news