વડોદરામાં ચારમાળનું બિલ્ડીંગ ધરાશાયી, 7 ને ઇજા અને 1 ના મોતની આશંકા

19 October, 2019 05:30 PM IST  |  Vadodara

વડોદરામાં ચારમાળનું બિલ્ડીંગ ધરાશાયી, 7 ને ઇજા અને 1 ના મોતની આશંકા

બરોડામાં ચારમાળનું બિલ્ડીંગ ધરાશાયી (PC : ANI)

Vadodara : ગુજરાતના વડોદરાના છાળી જકાતનાકા પાસે અચાનક એક બિલ્ડિંગ તુટી પડતા 7થી વધુ લોકો દટાયા અને 1 ના મોટની આશંકા સેવાઇ રહી છે. મહત્વનું છે કે આ બિલ્ડીંગને પહેલા જ ખાલી કરી દેવામાં આવી હતી અને આ ઘટના સમયે એલ એન્ડ ટી દ્રારા બિલ્ડીંગને ખાલી કરાવ્યા બાદ તોડવાની કારગીરી ચાલી રહી હતી. પણ આ કામ દરમ્યાન બિલ્ડીંગ અચાનક જ ધરાશાયી થઇ ગયું હતું. જેથી 1 સુપરવાઇઝર સહિત 7 થી વધુ લોકો દટાયા હતા.

બિલ્ડીંગ તોડવાની કામગીરી દરમ્યાન બની ઘટના

વડોદરાનાં છાણી જકાતનાકા વિસ્તારમાં પી.વી આર સિનેમા નજીક આવેલી એક વિશાળ ઇમારત તોડવા દરમિયાન ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગને તોડવા માટે કામ કરનાર 10 જેટલા મજુરો દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચ્યા બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ કરી દીધું છે. આ ઇમારત વડોદરા મહાનગર સેવાદનસ દ્વારા તોડવામાં આવી રહી હતી.


આ બિલ્ડીંગમાં
L&T ની જુની ઓફીસ કાર્યરત હતી
આ બિલ્ડિંગ એલએન્ડટી કંપનીની જુની ઓફીસ તરીકે ઓળખાય છે. આ બિલ્ડિંગની આગળ જ નવી L&T ઓફીસ આવેલી છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ બિલ્ડિંગ ચાર માળનું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ બિલ્ડિંગ તોડવાની કામગીરી કરી રહેલા 7 જેટલા મજુરો બિલ્ડિંગ તુટી પડતા દટાયા હોવાની માહિતી મળી રહી છે. 2 મજુરોને ગંભીર સ્થિતીમાં બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

રિનોવેશનના ભાગ રૂપે બિલ્ડીંગને પહેલા જ ખાલી કરી દેવાયું હતું
આ બિલ્ડિંગને અગાઉ જ ખાલી કરાવી દેવાયું હતું. રિનોવેશન માટે આ બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની નજીકમાં જ એલએન્ડટીની બીજી મુખ્ય ઓફીસ પણ આવી છે. આ બિલ્ડીંગને ઉતારવાની કામગીરી ચાલી રહી છે.

gujarat vadodara