મોસ્કો-ગોવાની ફ્લાઈટમાં બોમ્બ નહીં, જામનગર એરપોર્ટ પર રાતભર થઈ તપાસ 

10 January, 2023 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા હાહાકાર મચી ગયો હતો. ત્યાર બાદ તત્કાલ જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને ફ્લાઈટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

મૉસ્કો(Moscow)થી ગોવા (Goa)જઈ રહેલા ચાર્ટેડ વિમાનમાં બોમ્બ હોવાની સુચના બાદ હડકંપ મચી ગયો. ત્યાર બાદ તત્કાલ જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને ફ્લાઈટમાં તપાસ હાથ ધરવામાં આવી. હાલમાં મળતી માહિતી મુજબ ફ્લાઈટની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. કંઈ પણ શંકાસ્પદ મળ્યુ નથી. બોમ્બ હોવાની સુચના અફવા હતી. અરપોર્ટ નિદેશક અનુસાર ફ્લાઈટ આજે સવારે 10:30 થી 11 વાગ્યા સુધીના સમય દરમિયાન ગોવા માટે રવાના થઈ શકે છે. 

શું છે મામલો 

મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા હાહાકાર મચી ગયો હતો. ગોવા અટીસીને એક મેલ આવ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાનું જાણવા મળ્યુ હતું. આ માહિતી મળતાં જ ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને બધા જ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં.વિમાનની ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી. 

જામનગર એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ચાર્જ સંભાળ્યો હતો. એરક્રાફ્ટ આઇસોલેશન બેમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર તમામ 244 મુસાફરોને લગભગ 9.49 વાગ્યે એરપોર્ટ પર સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા, એમ જામનગર એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું. આ જ NSG કમાન્ડો પણ એરપોર્ટ જવા રવાના થયા છે.

આ પણ વાંચો: હવે ઈન્ડિગોમાં પણ મહિલા સુરક્ષિત નહીં, નશામાં ધૂત શખ્સોએ કરી એર હોસ્ટેસની છેડતી

જામનગરના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટને નવ કલાક સુધી ઘેરી લીધું હતું. વિમાન અને મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે અને વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કડક સુરક્ષા
ગોવા એટીસીને મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. ચાર્ટર્ડ ફ્લાઈટને ગુજરાતના જામનગર ડાયવર્ટ કરવામાં આવી છે. એરક્રાફ્ટ આઇસોલેશન બેમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.

રશિયન દૂતાવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે મોસ્કોથી ગોવા જતી અઝુર એરની ફ્લાઈટમાં કથિત બોમ્બ હોવાની માહિતી અંગે ભારતીય અધિકારીઓ દ્વારા દૂતાવાસને એલર્ટ કરવામાં આવ્યું હતું. જામનગર ઈન્ડિયન એરફોર્સ બેઝ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડ પરના દરેક લોકો સુરક્ષિત છે.

gujarat news gujarat jamnagar goa moscow