બમન ઈરાનીએ લૉન્ચ કરી gujaratimidday.com વેબસાઈટ

04 February, 2019 03:07 PM IST  |  મુંબઈ

બમન ઈરાનીએ લૉન્ચ કરી gujaratimidday.com વેબસાઈટ

બમન ઈરાનીએ કૅક કાપીને લૉન્ચ કરી વેબસાઈટ

એન્ડ, ઈટ્સ લાઈવ નાવ. જી હાં, મુંબઈના ગુજરાતીઓ જે ન્યૂઝપેપર મિડ ડેને વર્ષોથી વાંચી રહ્યા છે, તે જ ન્યૂઝપેપર હવે વર્ચ્યુઅલ વર્લ્ડમાં એન્ટ્રી કરી ચૂક્યુ છે. એટલે કે જે ન્યૂઝ અત્યાર સુધી તમે પેપરમાં વાંચતા હતા, તે બધા જ ન્યૂઝ, આર્ટિકલ્સ, હેલ્થ ટિપ્સ હવે તમે ગમે ત્યારે, ગમે ત્યાંથી માત્ર એક ક્લિકમાં વાંચી શક્શો.

મિડ ડેના સ્ટાફ સાથે વાત કરી રહેલા બમન ઈરાની

મિડ ડે ગુજરાતીની ઓફિસમાં આજે જાણીતા એક્ટર બમન ઈરાનીએ gujaratimidday.com વેબસાઈટ લૉન્ચ કરી. બમન ઈરાનીએ કેક કાપી કરીને વેબસાઈટને લાઈવ કરી. ઉલ્લેખનીય છે કે મૂળ પારસી એવા બમન ઈરાની મીઠડું ગુજરાતી બોલે છે. વેબસાઈટ લૉન્ચ કરવા દરમિયાન બમને કહ્યું,'હું ગુજરાતી ખૂબ ઓછુ વાંચુ છું, પણ સમય મળે ત્યારે ત્યારે મિડ ડે જરૂર વાંચી લઉ છું. જો કે અત્યાર સુધી પેપર માટે રાહ જોવી પડતી હતી, હવે વેબસાઈટ પર હું શૂટિંગ દરમિયાન કે વિદેશમાંથી પણ સમાચારોથી અપડેટ રહી શકીશ.'

ઉલ્લેખનીય છે કે મિડ ડે અખબાર અત્યાર સુધી મુંબઈના ગુજરાતીઓમાં સૌથી લોકપ્રિય રહ્યું છે. અને હવે અમે તમારી આંગળીના ટેરવે અવેલેબલ છીએ. તમારા ગમતા લેખકો, જાણીતા સેલિબ્રિટિઝ મનોજ જોશી, ભવ્ય ગાંધી, અપરા મહેતા, પંકજ ઉધાસ, સંજય ગોરડિયા, સંજય રાવલ, જે ડી મજિઠીયા જેવા લેખકોની કૉલમ તમે વાંચી શક્શો.

મિડ ડેની ટીમ સાથે બમન ઈરાની

સાથે જ દેશ-દુનિયાથી લઈને ગુજરાતના તમામ સમાચાર પછી વાત રાજકારણની હોય કે ઘટનાઓની તમારી પોતાની ભાષામાં તમારા મોબાઈલ કે ડેસ્કટોપ પર અવેલેબલ થશે. ગુજરાતી મૂવીઝથી લઈને બોલીવુડ સુધી, સેલિબ્રિટીઝની ફેશનથી લઈને ફેશન ટિપ્સ, હેલ્થ ટિપ્સથી લઈને હટકે ન્યૂઝ સુધી આ બધું જ હવે gujaratimidday.com પર તમે વાંચી શક્શો. ટ્રાવેલ ટિપ્સથી લઈને બિઝનેસ સેક્ટરની તમામ અપડેટ્સ પણ અમે તમારા માટે લાવીશું.

સાથે જ હવે આ બધી જ ન્યૂઝ તમને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ અવેલેબલ થશે. ફેસબુક પર અમે @gujaratimidday.com, ટ્વિટર પર @middaygujarati, ઈન્સ્ટાગ્રામ પર @middaygujarati હેન્ડલથી અવેલેબલ છીએ, તો આપણી પોતાની ભાષામાં ન્યૂઝ વાંચવા માટે લાઈક કરો, શૅર કરો, સબસ્ક્રાઈબ કરો.

તો જોતા રહો, વાંચતા રહો gujaratimidday.com.

gujarat news