જૂનાગઢ મનપામાં ખીલ્યું કમળ, 59માંથી 54 બેઠકો પર જીત્યું ભાજપ

23 July, 2019 02:50 PM IST  | 

જૂનાગઢ મનપામાં ખીલ્યું કમળ, 59માંથી 54 બેઠકો પર જીત્યું ભાજપ

જૂનાગઢ મનપામાં ખીલ્યું કમળ

ભાજપે જૂનાગઢ મનપામાં ફરી એકવાર કેસરીયો લહેરાવ્યો છે. જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 મળી છે અને એક બેઠક કોન્ગ્રેસના નામે રહી હતી. કૉન્ગ્રેસનું માંડ એક બેઠક મળી છે. ભાજપને જૂનાગઢ મનપાને કોન્ગ્રેસ મુક્ત કરવામાં કોન્ગ્રેસના ઉમેદાર મંજુલાબેન આડે ઉભા રહ્યાં હતા. મંજુલાબેન એકમાત્ર કોન્ગ્રેસના ઉમેદવાર છે જેમણે કોન્ગ્રેસને જૂનાગઢ મનપામાં જીવત રાખી છે. ઉલ્લેખનીય છે કે એનસીપીને પેટાચૂંટણીમાં ભાજપ કરતા 4 ગણી 4 બેઠક મળી હતી.

હાર પછી પણ કોન્ગ્રેસના નેતાઓ હારને સ્વીકાર કરવા તૈયાર નથી. વિપક્ષના નેતા સતિષચંદ્ર વીરડાની પેનલમાં હાર થતા તેમણે કહ્યું હતું કે, જૂનાગઢની પ્રજા વિકાસ નથી ઈચ્છતી. જો કે હાલ તો ભાજપ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢ ભાજપે જીતની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની તમામ પાંચ બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર જીત મેળવી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આખરે ભીંજાયુ ગુજરાત, 31 જિલ્લામાં પડ્યો વરસાદ

વોર્ડ નં. 1, 2, 5, 6, 7 9, 10,11,12, 13, 14, 15માં ભાજપની પેનલે જીત મેળવી હતી. જ્યારે વોર્ડ નં.4માં ભાજપનો 3 અને કોંગ્રેસનો એક અને એનસીપીનો 4 બેઠક પર વિજય થયો છે. ભાજપને બહુમતી મળતા જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.

Gujarat BJP gujarati mid-day