આખરે ભીંજાયુ ગુજરાત, 31 જિલ્લામાં પડ્યો વરસાદ

અમદાવાદ | Jul 23, 2019, 12:31 IST

રાજ્યમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. અડધા ઉપરાંત ચોમાસું પુરુ થવા છતાંય રાજ્યમાં વરસાદ નહોતો પડતો. વાયુની અસરને કારણે શરૂઆતના 3 દિવસ વરસાદ પડ્યો,

આખરે ભીંજાયુ ગુજરાત, 31 જિલ્લામાં પડ્યો વરસાદ

રાજ્યમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. અડધા ઉપરાંત ચોમાસું પુરુ થવા છતાંય રાજ્યમાં વરસાદ નહોતો પડતો. વાયુની અસરને કારણે શરૂઆતના 3 દિવસ વરસાદ પડ્યો, જો કે બાદમાં ચોમાસું જાણે ગાયબ જ થઈ ગયું. જો કે ધીરે ધીરે અને દેર આયે દુરસ્ત આયેની જેમ હવે ગુજરાત પર મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પણ સાચી પડી રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં થોડો થોડો પણ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ધીરે ધીરે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સોમવારે રાજ્યના 31 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 18 તાલુકામાં 1થી પોણા 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 24 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે રાજ્યના બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાં જ પડ્યા છે.

અન્ય વિસ્તારોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 2.5 ઇંચ, રાજકોટના જેતપુરમાં 2 ઇંચ, ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 2 ઇંચ, પાટણમાં પોણા બે ઇંચ, રાજકોટના ધોરાજીમાં પોણા બે ઇંચ, ખેડાના મહુધામાં પોણા બે ઇંચ, અમદાવાદના સાણંદમાં પોણા બે ઇંચ, દાહોદના સંજેલીમાં પોણા બે ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ Preeti Desai: મૂળ ગુજરાતી યુવતી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં થઈ છે સફળ

હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યના 31 જિલ્લાના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સોમવારે અમદાવાદને પણ ભીંજાવાનો મોકો મળ્યો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રાત્રે ધોધમાર ઝાપટું પડ્યું જેમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં દોઢ ઇંચ, નવસારીના વાંસદમાં દોઢ ઇંચ, જૂનાગઢના માળિયામાં દોઢ ઇંચ, ગીરસોમનાથના વેરાવળમાં દોઢ ઇંચ, જૂનાગ શહેરમાં સવા ઇંચ, ભરૂચ શહેરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK