અમિત શાહે ભર્યું ઉમેદવારી પત્રક, રાજનાથ-જેટલી રહ્યા હાજર

30 March, 2019 03:04 PM IST  |  અમદાવાદ

અમિત શાહે ભર્યું ઉમેદવારી પત્રક, રાજનાથ-જેટલી રહ્યા હાજર

(તસવીર સૌજન્યઃ ANI)

પહેલી વાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી દાખલ કરી. આ દરમિયાન અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિય ગડકરી, શિવેસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ અને લોજપાના અધ્યક્ષ રામવિલાસ પાસવાન જેવા મોટા નેતાઓ હાજર રહ્યા.

મારા જીવનમાંથી BJP ને કાઢી નાખો તો 0 રહેશે
ઉમેદવારી પત્રક ભરતા પહેલા અમિત શાહે ચાર કિમી લાંબો રોડ શો કર્યો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા. રોડ શો કરતા પહેલા અમિત શાહે જનસભાને સંબોધન પણ કર્યું. જેમાં તેમણે કહ્યું કે જો મારા જીવનમાંથી ભાજપને કાઢી નાખવામાં આવે તો કાંઈ જ નહીં બચે. સાથે તેમણે ગુજરાતની જનતાને તમામ 26 બેઠકો નરેન્દ્ર મોદીને આપવાની પણ અપીલ કરી.

અડવાણીની જગ્યાએ ચૂંટણી લડશે અમિત શાહ
1998 થી 2014 સુધી અહીં સતત ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અડવાણીજીને જગ્યાએ અમિત શાહને ટિકિટ આપી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અમિત શાહનો મેગા રોડ શો, જુઓ તસવીરો

amit shah narendra modi rajnath singh arun jaitley gandhinagar gujarat