અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે વિરોધ

08 June, 2019 10:24 AM IST  | 

અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે વિરોધ

ફાઈલ ફોટો

અલ્પેશ ઠાકોર હાલમાં જ કૉન્ગ્રેસમાંથી છૂટા થયા હતા ત્યારબાદ ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. ભાજપમાં સામેલ કરવાનો ખેલ ભાજપને જ ભારે પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે ભાજપની અંદર ધીમો વિરોધ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોરને પ્રધાનપદ આપવા સામે ભાજપના સિનિયર નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર સામે વિરોધની ભીતિ સામે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કૉન્ગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં થયો હતો. રાજ્ય સભાની સીટો મેળવવા માટે પણ કવાયત શરુ થઈ છે. કૉન્ગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને સીધા પ્રધાનપદ મળવા પર ભાજપના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત: બૂટલેગરે કરી 20 દિવસની બાળકીની નિર્મમ હત્યા

કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના સિનિયર નેતાઓને અલ્પેશ ઠાકોરની કામ કરવાની રીત પર વાંધો છે. પહેલા કૉન્ગ્રેસના ધારાસભ્યો કુવરજી બાવળીયા અને જવાહર ચાવડા કેબિનેટ પ્રધાન બન્યા હતા અને હવે જો વધુ 3 ધારાસભ્યો પ્રધાનમંડળનો હિસ્સો બનશે તો વર્ષોથી ભાજપમાં કામ કરતા સિનિયર સામે ઉતરે તેવું લાગી રહ્યું છે અને પ્રધાન મંડળમાં આટલા કૉન્ગ્રેસી નેતાઓને કારણે તેમનું બળ પણ વધશે.

Alpesh Thakor gujarati mid-day