ભાવનગર : 42.47 લાખની હીરા ચોરીની ગણતરીની કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો

05 May, 2019 08:51 PM IST  |  ભાવનગર

ભાવનગર : 42.47 લાખની હીરા ચોરીની ગણતરીની કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો

ભાવનગર પોલીસે ગણતરીની કલાસમાં કેસ સોલ્વ કર્યો

ભાવનગરમાં હીરાની લુંટ કરવાનો કિસ્સો ફરી સામે આવ્યો છે. લાઠી ગામમના બસ સ્ટેન્ડ પાસે 42.47 લાખના ડાયમંડ ચોરીનો કેસ ભાવનગર પોલીસે ગણતરીની કલાકોમાં સોલ્વ કરી લીધો હતો. શહેરમાં શનિવારે રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી 42.47 લાખના તૈયાર પોલીસ્ડ ડાયમંડ લઇને ભાવનગર આવતા હતા અને બપોરના 2 વાગ્યાની આસપાસ લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ  સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

ભીમજીભાઇને પણ કારમાંથી ઉતારી તેમની પાસેના હીરાના પડીકાનો થેલો તથા મોબાઇલ ગાડીમાં જ મુકાવી બન્ને શખ્સો કાર લઇ નાસી છૂટયા હતા. આ અંગે ભીમજીભાઇએ લાલ કલરની કારના બે અજાણ્યા ચાલક સામે સોનગઢ પોલીસમાં રૂ.૪૨.૪૭ લાખના હિરાની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયાની સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદના પગલે ભાવનગર જીલ્લાના પોલીસ દ્વારા L.C.B તથા S.O.G. અને સોનગઢ તથા ઉમરાળા પોલીસનીની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં પોલીસે લાઠીથી બનાવવાળી જગ્યા સુધીના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી એનાલીસીસ શરૂ કરેલ આરોપીઓ પાસે હોન્ડા સીટી કારની હોવાની હકિકત જાણવા મળી હતી.

આ પણ વાંચો : વિકી કૌશલ અલંગ, ઊના અને ભાવનગરમાં કરશે શૂટ

પોલીસે ગણતરીની કલાકોમાં હીરા ચોરને ઝડપી લીધા
પોલીસે બંન્ને આરોપીને ગણતરીના કલાકોમા જ ઝડપી લઇને પાસેથી ચીંટીંગમાં ગયેલ મુદ્દામાલના પોલીસ્ડ ડાયમંડ તથા હોન્ડા સીટી કાર કબ્જે કરી બંન્ને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આમ ભાવનગર પોલીસ ગણતરીની કલાકોમાં રૂપિયા અંદાજે રૂપિયા ૪૨.૫ લાખના ગયેલ હિરાના ગુન્હાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે.

gujarat Crime News