વિકી કૌશલ અલંગ, ઊના અને ભાવનગરમાં કરશે શૂટ

Published: Apr 17, 2019, 08:28 IST | રશ્મિન શાહ

‘સંજુ’ અને ‘ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઇક’થી જબરદસ્ત પૉપ્યુલર થઈ ગયેલો વિકી કૌશલ ગઈ કાલે તેની આગામી એક ફિલ્મના શૂટિંગ માટે ભાવનગર પહોંચ્યો હતો.

વિકી કૌશલ
વિકી કૌશલ

‘સંજુ’ અને ‘ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઇક’થી જબરદસ્ત પૉપ્યુલર થઈ ગયેલો વિકી કૌશલ ગઈ કાલે તેની આગામી એક ફિલ્મના શૂટિંગ માટે ભાવનગર પહોંચ્યો હતો. વિકી કૌશલ સાથે આશુતોષ રાણા અને અન્ય કલાકારો પણ હતા. વિકી કૌશલની આ અનટાઇટલ્ડ ફિલ્મ માટે અલંગ, ઊના અને ભાવનગરમાં શૂટિંગ કરવામાં આવશે, જેને માટે યુનિટ ત્રણ દિવસ ભાવનગરમાં રોકાશે. છેલ્લા થોડા સમયમાં વિકી કૌશલે પંદરથી વધુ ફિલ્મ રિજેક્ટ કરી છે. ઍરપોર્ટ પર વિકી કૌશલે કહ્યું હતું, ‘મોટા ભાગની ફિલ્મો ‘ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી હતી. મને એક પ્રકારની ફિલ્મો નથી કરવી અને માત્ર પૈસા માટે ફિલ્મો નથી કરવી. હું ફિલ્મ ઓછી કરીશ પણ જે કરીશ એ ક્વૉલિટી ફિલ્મ કરીશ.’

આ પણ વાંચો : દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ માટે ગુજરાતની I m a Gujju થઇ નોમીનેટ

વિકી કૌશલને આઝાદીના સમય પહેલાંના એક ગુજરાતી કૅરૅક્ટરના જીવન પર આધારિત બાયોપિકની પણ ઑફર આવી છે, જે કૅરૅક્ટરનું નામ આપ્યા વિના તેણે કહ્યું હતું કે એ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી નક્કી કરીશ કે મારે એ ફિલ્મ કરવી કે નહીં. વિકી કૌશલને જોઈને લોકો ‘ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મનો પૉપ્યુલર ડાયલૉગ ‘હાઉ ઇઝ ધી જોશ?’ની ચીસો પાડતા હતા, જે જોઈને વિકી હસતો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK