અમદાવાદીઓ સાવધાન..!! જાહેરમાં ગીત ગાવા કે મિમિક્રી કરશો તો કાનૂની પગલાં

05 May, 2019 08:15 AM IST  |  અમદાવાદ | (જી.એન.એસ.)

અમદાવાદીઓ સાવધાન..!! જાહેરમાં ગીત ગાવા કે મિમિક્રી કરશો તો કાનૂની પગલાં

પોલીસ

અમદાવાદના પોલીસ કમિશનર એ. કે સિંહ તરફથી અમદાવાદીઓ માટે ખાસ સૂચના જાહેર કરી ૭ મે ૨૦૧૯થી ૨૧ મે ૨૦૧૯ સુધી કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કોઇની નકલ કરવી, જાહેરમાં ગીત ગાવું કે પછી કોઇની મિમિક્રી કરવી કે જાહેરમાં ભાષણ કરવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નહીં સર્જાય પાણીની અછતઃકલેક્ટર વિક્રાંત પાંડે

જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના કોઇ પણ નિયમને અનુસરવામાં નહીં આવે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે, આ સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે ફોજદારી અધિનિયમ અને ૧૮૬૬ની કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ તે વ્યક્તિ કે જેણે આ જાહેરનામાનો ભંગ કર્યો છે તે સજાને પાત્ર થશે. સાથે સાથે જાહેરનામું ભંગ કરનાર વ્યક્તિ પર દંડાત્મક પગલાં પણ ભરવામાં આવશે.

gujarat ahmedabad