Raksha Bandhan 2021: બહેને ભાઈને ભેટમાં આપ્યું જીવન, જાણો વધુ

21 August, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રક્ષા બંધનના અવસર પહેલા ગુજરાતમાં એક બહેને પોતાના ભાઈને જીવન ભેટમાં આપ્યું છે. ડૉક્ટર સુજાતા દેવે પોતાના મોટા ભાઈ સંદીપ કુમારને કિડની ડોનેટ કરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

જીવનની ભેટથી મોટી કોઈ ભેટ ન હોઈ શકે. આ એક એવી ભેટ છે જે સૂરતના ભાઈ-બહેન આજીવન યાદ રાખશે. આજીવન આ ભેટ પ્રેમની નિશાની બનીને જીવંત રહેશે. તે ખાસ ભેટ, જેણે એક ભાઈના જીવનની ડોર કપાતાં બચાવી લીધી. રક્ષા બંધનથી પહેલા ભાઈ-બહેનના પ્રેમના તહેવારને આ ભેટથી નવું ઉદાહરણ મળ્યું છે.

ડૉક્ટર સુજાતા દેવે પોતાના ભાઈ સંદીપ કુમારને કિડની ડોનેટ કરી છે. સંદીપ ભારતીય રાજસ્વ સેવા (IRS)અધિકારી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ 1989 બૅચના આઇઆરએસ ઑફિસર સંદીપ કુમારને ફોન કર્યો. તેમણે ખૂબ જ ભાવુક થતાં કાંપતા સ્વરે કહ્યું, "હું આભાર નહીં માની શકું. સામાન્ય રીતે ભાઈ રક્ષાબંધનના દિવસે બહેનને ભેટ આપે છે. પણ સુજાતાએ પોતાની કિડની તરીકે મને જીવન ભેટમાં આપ્યું છે."

સંદીપ કુમાર ઉત્તર પ્રદેશના લખનઉમાં પ્રિન્સિપલ ઇનકમ ટેક્સ કમિશ્નર તરીકે પોસ્ટેડ છે. તો ડૉક્ટર સુજાતા દેવ લખનઉના મેડિકલ કૉલેજમાં પ્રૉફેસર અને સ્ત્રી-પ્રસૂતિ રોગ વિશેષજ્ઞ (ગાયનેકૉલૉજિસ્ટ) છે. શુક્રવારે સાંજે લખનઉ રવાના થતાં પહેલા ડૉક્ટર સુજાતા દેવે જણાવ્યું, "મારી માટે મારો મોટો ભાઈ બધું જ છે. મને કિડની ડોનેશનની માહિતી છે અને હું એ જાણું છું કે કિડની ડોનેટ કર્યા પછી શું સાવચેતીઓ રાખવાની હોય છે. મારા ભાઈને નવું જીવન આપીને ખૂબ જ ખુશ છું."

14 ઑગસ્ટના અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર પર સંદીપ કુમારને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. ડૉક્ટર્સે જણાવ્યું કે તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે અને ક્રિએટિનીન લેવલ પણ નક્કી કરેલી સીમાની અંદર છે. ટૂંક સમયમાં જ તે ડિસ્ચાર્જ થઈ જશે. આ બીજીવાર છે જ્યારે સંદીપ કુમારને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ છે. 2012માં બન્ને કિડની ફેલ થયા પછી IKDRCમાં 2013માં તેમનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. ત્યારે સૂરતના એક બ્રેન ડેડ દર્દીએ કિડની ડોનેટ કરી હતી.

gujarat raksha bandhan surat