લ્યો, ટ્રેનમાં સામાન વેચીને વાયરલ થયેલા ભાઈની તો સુરતમાં ધરપકડ થઈ ગઈ!

01 June, 2019 02:28 PM IST  |  સુરત

લ્યો, ટ્રેનમાં સામાન વેચીને વાયરલ થયેલા ભાઈની તો સુરતમાં ધરપકડ થઈ ગઈ!

આ ભાઈનો ધંધો હવે થઈ ગયો છે બંધ

ગુજરાતમાં ટ્રેનમાં રમકડા વેચતા એક ભાઈ આજકાલ ખૂબ જ ચર્ચામાં હતા. કારણ હતું તેનો આગવો અંદાજ. આ ભાઈનું નામ હતું અવધેશ દૂબે. તેમનો વીડિયો જાણીતા કૉમેડિયન મનન દેસાઈએ શેર કર્યો હતો અને તે વાયરલ થયો હતો. એ બાદ તો અનેક મુસાફરોએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખ્યો. તેની બોલવાની સ્ટાઈલ અને પંચલાઈનથી લોકોને મજા આવી જતી હતી. પણ હવે કાંઈક એવું થયું છે કે જેના કારણે આ ભાઈની ધરપકડ કરવામાં આવી છે. કારણ જાણતા પહેલા જોઈ લો આ વીડિયો.

ફેમસ થઈ ગયા હતા અવધેશભાઈ
સાંભળ્યું ને? કેવી છે અવધેશની પંચલાઈન. આ વીડિયો થોડા સમય પહેલાનો છે જ્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. પરિણામો આવવાના બાકી હતા. એટલે અવધેશભાઈની વાતોમાં રાજકારણના રંગ પણ હતા. વીડિયો વાયરલ થતા અવધેશભાઈ તો ફેમસ થઈ ગયા. જ્યાં લોકો તેમનો જુએ ત્યા તસવીર ખેંચાવવા માટે પડાપડી કરે. તેની આસપાસ ભીડ એકઠી થઈ જતી હતી.

આ પણ વાંચોઃ Video:સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈએ શૅર કરેલો આ વીડિયો જોઈ તમે ખડખડાટ હસશો



પછી થયું એવું કે...
બન્યું એવું કે અવધેશભાઈ રોજની જેમ સુરત રેલવે સ્ટેશન પર રમકડા વેચી રહ્યા હતા અને RPFના જવાનો આવ્યા અને તેની ધરપકડ કરી. અને તેને ચલાન પણ આપ્યું.
ના ના, એવું નથી કે અવધેશ નેતાઓ વિશે ઉલટું સીધું બોલ્યા એટલે તેની ધરપકડ થઈ. ખરેખર એવું હતું કે તેની પાસે સામાન વેચવાનું લાઈસન્સ નહોતું. એટલે તેની ધરપકડ થઈ અને તેને દંડ પણ કરવામાં આવ્યો. હવે અવધેશનો ધંધો પણ બંધ થયો છે. હવે તે કમાણી કરવા માટે કાંઈક કામ શોધી રહ્યો છે. અવધેશની આ સ્થિતિ જોઈને અત્યારે તો એક જ ગીત યાદ આવે છે..ક્યા સે ક્યા હો ગયા....

surat gujarat