બનાસકાંઠાઃ પાકિસ્તાનથી આવેલા તીડનો ત્રાસ, ભુવનેશ્વરથી બોલાવવી પડી ટીમ

08 July, 2019 01:15 PM IST  |  બનાસકાંઠા

બનાસકાંઠાઃ પાકિસ્તાનથી આવેલા તીડનો ત્રાસ, ભુવનેશ્વરથી બોલાવવી પડી ટીમ

બનાસકાંઠાઃ પાકિસ્તાનથી આવેલા તીડનો ત્રાસ

રાજ્યના પાકિસ્તાનની સીમા પાસે આવેલા વિસ્તારોમાં તીડે હુમલો કરી દીધો છે. જેના કારણે બનાસકાંઠા સહિતના જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થવાનું સંકટ છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારની સાથે ભુવનેશ્વરથી બોલાવવામાં આવેલી ટીમ પણ કામ કરી રહી છે.

તીડનું આ દળ પાકિસ્તાન અને રાજસ્થાનની સીમાથી ગુજરાતમાં ઘુસ્યું છે. તેના આક્રમણના કારણે પાકને થઈ રહેલા નુકસાનથી ખેડૂતો ચિંતિત છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા ગુજરાત બાકીના વિસ્તારો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી. જેના કારણે ખેડૂતો પરેશાન છે. અને હવે તીડના આક્રમણથી તેમની સમસ્યા વધી છે. રાજ્ય સરકારે તેમને નિયંત્રણમાં લાવવા માટેનું અભિયાન શરૂ કરી દીધું છે.

ઉત્તર ગુજરાતના વાવ, સુઈગામ સહિતના ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમ તીડના નિયંત્રણમાં જોડાઈ ગઈ છે. આ દરમિયાન આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો તીડે ઈંડા મુક્યા હશે તો 15 દિવસોમાં ફરી એકવાર હુમલો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખતા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જો તીડને ઈંડા જોવા મળે તો તરત જાણકારી આપે.

આ પણ વાંચોઃ મુંબઈઃ આવ્યો રે વરસાદ...મુસીબતો લાવ્યો રે વરસાદ..જુઓ મુંબઈકર્સની મુશ્કેલીઓ

રાજ્ય સરકારે તીડના આક્રમણને નિયંત્રિત કરવા માટે ભુવનેશ્વરથી અધિકારીઓની ટીમ બોલાવી છે. આ અધિકારીઓએ 1993માં આ જ પ્રકારના તીડના આક્રમણને નિયંત્રિત કર્યું હતું. જેમણે સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે કે હવે તીડનો ખતરો ટળી ગયો છે.

gujarat