ગુજરાતના ડિંગુચા ગામની અડધો-અડધ વસ્તી ક્યાં છે?

28 January, 2022 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ગામની અડધોઅડધ વસ્તી વિદેશ સ્થાયી થઇ છે. અહીં મોટાભાગના ઘરોને તાળા લાગેલા છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આ રિપોર્ટ અનુસાર ગામમાં ઠેર ઠેર કેનેડા, યુએસએના વિદ્યાર્થીઓ માટે વિઝાની જાહેરાતો લાગેલી છે.

ડિંગુચા

ગુજરાતનું ડિંગુચા ગામ એક દર્દનાક કારણથી ચર્ચામાં છે. ડિંગુચા ગામનો એક પરિવાર કેનેડા યુએસની સરહદે ઠંડીમાં થીજી ગયો. યુએસએમાં ગેરકાયદેસર ઘુસવાની ઇરાદાથી કેનેડાની સરહદ પર પહોંચેલો આ પરિવાર મોતને ભેટ્યો. આ પરિવાર છેલ્લા 11 કલાકથી માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સતત ચાલતા હતા. યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં તેનું મૃત્યુ થયું હતું.
આ પરિવાર જે ગામનો છે તે ગામ ડિંગુચા વિશે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં એક રસપ્રદ રિપોર્ટે છે. આ રિપોર્ટ અનુસાર આ ગામની અડધોઅડધ વસ્તી વિદેશ સ્થાયી થઇ છે. અહીં મોટાભાગના ઘરોને તાળા લાગેલા છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આ રિપોર્ટ અનુસાર ગામમાં ઠેર ઠેર કેનેડા, યુએસએના વિદ્યાર્થીઓ માટે વિઝાની જાહેરાતો લાગેલી છે. 

7000ની વસ્તી ધરાવતા આ ગામનો અડધો ભાગ યુએસ, યુકે અથવા કેનેડામાં રહે છે. ગ્રામીણ પંચાયતના રેકોર્ડ મુજબ આ ગામના 3200 રહેવાસીઓ વિદેશમાં રહે છે. અહીં બાળકોના મનમાં પહેલેથી વિદેશ જવાની ઇચ્છા હોય છે અને કાં તો તેઓ વિદેશ મોકલનારા એજન્ટ બનવું હોય છે. અહીં ગલીએ ગલીએ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એજન્ટ્સ છે અને તે મોટા શહેરોના એજન્ટ્સની સાથે કનેક્ટેડ હોય છે.  વિદેશ જઇને સ્થાયી થયેલા ડિંગુચા ગામના રહીશો પોતાના ગામમાં સવલતો માટે પૈસાની સગવડ પણ કરતા રહે છે. 

gujarat gujarat news