આર્યન ખાન ડ્રગ્સ મામલો પહોંચ્યો ગુજરાત

07 October, 2021 10:31 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

એના મોબાઇલ ફોનની ચકાસણી ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબ કરશે

ફાઈલ તસવીર

દેશભરમાં ચર્ચાના ચકડોળે ચઢેલા બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈના ક્રૂઝમાં ડ્રગ્સ સાથે પાર્ટી કરતાં પકડાયા બાદ એનસીબીએ આર્યન ખાન સામે ગુનો નોંધી તેની પૂછપરછ હાથ ધરી છે. તે રેડ દરમ્યાન આર્યનનો મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો હતો.

તેમાંથી પોલીસને પાર્ટીની વિડિયો કલીપ અને પાર્ટી પહેલાં થયેલી વૉટ્સઅૅપ ચેટ મળી આવી હતી, જે મામલે એનસીબીએ ઊંડાણમાં તપાસ માટે આર્યન ખાનનો મોબાઇલ ફોન ગાંધીનગર ખાતે આવેલી લેબમાં મોકલવાની તૈયારી કરી છે અને એનસીબીની એક ટીમ આ મોબાઇલ લઈને મુંબઈથી ગાંધીનગર રવાના થઈ છે.

પોલીસને શંકા છે કે આર્યનના મોબાઇલ ફોનમાં અન્ય વિડિયો પણ છે, જેની તપાસ ફોરેન્સિક સાયન્સ લેબમાં કરવામાં આવશે. આ સિવાય આર્યનના ફોનમાં પાર્ટી શરૂ થતાં પહેલાં તેણે કોની-કોની સાથે વાતચીત કરી હતી તે અંગે ફોનના સીડીઆર તપાસવામાં આવશે અને પાર્ટી પહેલાં અને પાર્ટી દરમ્યાન ચેટિંગ અને મેસેજ પણ કરવામાં આવ્યા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવશે.

gujarat gujarat news aryan khan