અરવલ્લી:ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત

16 April, 2019 10:49 AM IST  |  અરવલ્લી

અરવલ્લી:ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત

ઈકો કારને ટેન્કરે મારી ટક્કર (તસવીર સૌજન્યઃઅંકિત ચૌહાણ)

અરવલ્લીમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસા-હિંમતનગર રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામનાર 3 વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મોડાસા તાલુકાના રસુલપુર પાસે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ જતા દૂધના ટેન્કરે ઈકો કારને ટક્કર મારી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે ઈકો કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા. તો અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતકો મુલોજ ગામના વતની હોવાનું માલૂમ પડ્યું છે.

આ મામલે મોડાસા રુરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

gujarat news