જલારામ બાપાને ચડ્યો 111 જાતના રોટલા અને 32 જાતની ખીચડીનો અન્નકૂટ

18 January, 2019 08:08 AM IST  |  જામનગર | રશ્મિન શાહ

જલારામ બાપાને ચડ્યો 111 જાતના રોટલા અને 32 જાતની ખીચડીનો અન્નકૂટ

અન્નકૂટનો ભોગ

જામનગર જિલ્લાના હાપા ગામના જલારામ મંદિર ખાતે ગઈ કાલે જલારામબાપાને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો જેમાં માત્ર રોટલા અને ખીચડીને જ પ્રાધાન્ય આપીને બાપાને 111 જાતના રોટલા અને 32 જાતની ખીચડીનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. મજાની વાત એ છે કે અન્નકૂટનાં દર્શન કરવા માટે માત્ર ભક્તો જ નહીં, જેમને નવી રેસિપી જાણવાનો શોખ હતો એવા લોકો પણ આટલા પ્રકારના રોટલા અને ખીચડીની રેસિપી જાણવા અને જોવા માટે આવ્યા હતા.

અન્નકૂટનો આ પ્રસાદ ભિક્ષુકોને જમાડવામાં આવ્યો હતો અને એ પછી બાકી વધેલો પ્રસાદ ભાવિકોને આપવામાં આવ્યો હતો.

gujarat news