અમદાવાદઃ જોર કા ઝટકા ધીરે સે લગા, ઘરે આવેલ ઈ-મેમોએ ખોલી રીલેશનશિપની પોલ

29 April, 2019 07:32 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ જોર કા ઝટકા ધીરે સે લગા, ઘરે આવેલ ઈ-મેમોએ ખોલી રીલેશનશિપની પોલ

અમદાવાદમાં ઈ-મેમોએ કર્યું કાંઈક આવું કામ

જો તમે ગર્લફ્રેન્ડ સાથે વાહન પર જઈ રહ્યા હો, અને તમારા ઘરમાં તમારા સંબંધોની ખબર ન હોય તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા વિચારજો. તમારા ઘરે આવેલો ઈ-મેમો તમારી પોલ ખોલી શકે છે. અમદાવાદના એક યુવક સાથે આવું જ થયું.

બન્યું એવું કે અમદાવાદના એક યુવકને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ ઈ-મેમો તેના ઘરે આવ્યો. અને આ ઈ-મેમો જ્યારે યુવકના માતા-પિતાએ જોયો ત્યારે તેઓ ચોંકી ગયા. કારણ કે ઈ-મેમોમાં આપવામાં આવેલી તસવીરમાં તેમના પુત્રની સાથે એક યુવતી પણ હતી. સમસ્યા એ હતી કે આ યુવતી તે યુવકની ગર્લફ્રેન્ડ હતી અને તેણે તેમના સંબંધોની વાત ઘરે નહોતી કરી.

યુવકને સ્ટોપ લાઈન ક્રોસ કરવા માટે આ મેમો મળ્યો હતો. અને તેને લઈને તેના ઘરે તેના રિલેશનશિપની ખબર પડી ગઈ. આ વાત ખુદ એ યુવકે ટ્વીટ કરીને કહી અને અમદાવાદ પોલીસનો આભાર પણ માન્યો કે તેમના કારણે ઘરે તેના રિલેશનશિપની ખબર પડી ગઈ.

ઈ-મેમોને લઈને બનેલી આ ફની ઘટનાને ગુજરાત પોલીસના સીનિયર IPS અધિકારી વિપુલ અગરવાલે પણ રીએક્શન આપ્યું. તેમણે આ યુવકના ટ્વીટને રીટ્વીટ કરતા કહ્યું કે, 'ઝોર કા ઝટકા ધીરે સે લગા'.


યુવકની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર પણ ફની રીએક્શન્સ મળી રહ્યા છે. પરંતુ આખી વાતનો સાર એ છે કે જો તમારે પણ આવું કાંઈ હોય, તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા એક વાર વિચારી લેજો.

આ પણ વાંચોઃ અમદાવાદઃ હવે જાહેરમાં થુંકશો તો ઘરે પહોંચશે ઈ-મેમો

ahmedabad gujarat