ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ, આ શહેરનું તાપમાન 42.5 ડિગ્રી પહોંચ્યું

28 March, 2019 09:41 PM IST  |  અમરેલી

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ, આ શહેરનું તાપમાન 42.5 ડિગ્રી પહોંચ્યું

પ્રતિકાત્મક ફોટો

હવામાન ખાતાએ કરેલી હિટવાવની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુરૂવારે રાજ્યમાં અમરેલી સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમરેલીનું ગુરૂવારનું સૌથી મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું. હિટવેવના કારણે શહેરમાં લોકો બપોરના સમયે બહાર જવાનું ટાળ્યું હતું અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.


રાજ્ય ભરમાં હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને આસપાસ પહોંચી ગયો છે. ત્યારે આ સમયે અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અહીં ગુરુવારના રોજ તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જે રાજ્યમાં સૌથી વધુ હતો. તો ત્યાર બાદ કચ્છના કંડલા એરપોર્ટનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. અમરેલી 42.5 ડિગ્રી, વડોદરા 41.6 ડિગ્રી, ડિસા 40.8 ડિગ્રી, જ્યારે અમદાવાદ, સુરતમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બુધવારે હવામાન ખાતાએ હિટવેવી આગાહી કરી હતી
બુધવારે રાજ્યના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે બે દિવસ હિટવેવ અનુભવાશે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દ.ગુજરાતમાં ગરમ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસનો પારો 40 ડિગ્રી અને રાતનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 20 ટકા જેટલુ થઈ ગયું છે. લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવી ગયો છે. આમ, ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન વધી ગયું છે, જેને કારણે લોકો દિવસે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

આ પણ વાંચો : કેવી રીતે રોક કરશો ટ્રેડિશનલ લૂક, શીખો ઈશા અંબાણી પાસેથી

ગરમીના અસહ્ય તાપથી બચવા આટલું કરો
સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજિટેબલ્સમાંથી બનેલી ડિશથી દિવસની શરૂઆથ કરો. ઘરમાંથી બહાર નીકળતા પહેલા વધુ માત્રામાં પાણી પીઓ. લન્ચ બપોરે 11:30-થી 12:30ની વચ્ચે લેવાનું રાખો. લન્ચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો. સાંજે થોડા ડ્રાયફ્રુટ્સ, ફ્રૂટ ચાટ કે મિલ્ક શેક લો, આનાથી બોડીને એનર્જી મળશે. ચા-કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા-કોફીના વિકલ્પમાં અપનાવો. ઉંઘવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા રાતનું ભોજન લઇ લેવું. તેમાં વધારે મસાલેદાર ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો.

gujarat