રાજકોટમાં અંડરબ્રિજ ફાટકનું કામ શરૂ થતાં આમ્રપાલી ફાટક રોડ બંધ કરાયો

10 November, 2019 05:30 PM IST  |  Rajkot

રાજકોટમાં અંડરબ્રિજ ફાટકનું કામ શરૂ થતાં આમ્રપાલી ફાટક રોડ બંધ કરાયો

આમ્રપાલી ફાટક, રાજકોટ (PC : Youtube)

સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં હાર્દશમા એવા આમ્રપાલી ફાટક પાસેના રસ્તાને સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રૈયા રોડ અને આમ્રપાલી ફાટક સુધી અંડરબ્રિજનું કામ કાજ ચાલુ કરવાના હોવાથી રૈયા રોડથી આમ્રપાલી ફાટક નં 6 તરફના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. જેને હવે ટ્રાફિક ક્રોસિંગ નંબર 4 એટલે કે એરપોર્ટ ફાટક તરફ અને ક્રોસિંગ નંબર 8 એટલે કે અમીન માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મોટ૨ વાહન અધિનિયમ 1988ની કલમ 112(2) પ્રમાણે આ વિસ્તા૨ના જાહે૨ રોડ ઉ૫૨ તમામ પ્રકા૨ના વાહનોને અવર-જવર અને પાર્કિંગ ક૨વા ૫૨ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન ક૨ના૨ વાહન ચાલક મોટ૨ વાહન અધિનીયમ 1988ની કલમ 183 અને 184 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.

આ પણ જુઓ : રાજકોટની આ 'ડાન્સિંગ ડોલ' મચાવી રહી છે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ધમાલ

જાણો, ક્યા રસ્તાનો તમે ઉપયોગ કરી શકશો

1) રૈયા ચોકડીથી આવતો ટ્રાફિક હનુમાન મઢીથી આમ્રપાલી ફાટક ત૨ફ જતો ટ્રાફિક જે કિશાનપરા ચોક ત૨ફ જાય છે તે ટ્રાફિક હનુમાન મઢીથી છોટુનગ૨ થઈ એ૨પોર્ટ સર્કલ, એ૨પોર્ટ ફાટક (ક્રોસિંગ નં. 4) થઈ જૂની N.C.C. ચોક થઈ રેસકોર્ષ રિંગરોડ ત૨ફ આવી તેમજ જઈ શકશે.

2) રૈયા ચોકડીથી આવતો ટ્રાફિક હનુમાન મઢી થઈ આમ્રપાલી ફાટક ત૨ફ જતો ટ્રાફિક જે કિશાનપરા ચોક ત૨ફ જાય છે તે ટ્રાફિક હનુમાન મઢીથી નિર્મલા રોડ થઈ કોટેચા ચોકથી કાલાવાડ રોડ ત૨ફ તથા મહિલા અંડ૨બ્રિજ તેમજ અમીન માર્ગ ટ્રાફિક અમીન માર્ગ ફાટક (ક્રોસિંગ નં. 8) ત૨ફ આવી તેમજ જઈ શકશે.

3) અંડ૨બ્રિજ કન્સ્ટ્રકશનની બન્ને બાજુના ભાગે રેલવે વિભાગ દ્વારા જે જગ્યા તાકિદની સ્થિતિ અને ઈમ૨જન્સી વાહનો માટે ખાલી રાખવાના છે તે જગ્યાએ કોઈએ વાહનો પાર્ક ક૨વા ૫૨ પ્રતિબંધ મુકવામાં આવે છે.

4) આ જાહે૨નામાંથી રેસકોર્ષ રિંગરોડ (અંદ૨નો રોડ) જે મોર્નિંગ વોક માટે સવા૨ના 5.30થી 8 વાગ્યા સુધી વન-વે જાહે૨ કરેલ છે તેને અસ૨કર્તા ૨હેશે નહીં.

5) આકસ્મિક સંજોગો તથા વી.વી.આઈ.પી. બંદોબસ્ત વગેરે બાબતે જરૂ૨ ૫ડ્યે તાકિદના કા૨ણોસ૨ ટ્રાફિક ડાયવર્ટ ક૨વા મૌખિક સુચનાથી એ.સી.પી. ટ્રાફિકને આદેશ કરી શકાશે.

gujarat rajkot