ગૃહમંત્રી અમિત શાહ વતનમાં ઉજવશે પોતાનો જન્મદિવસ, સોમનાથ કરશે દર્શન

10 October, 2019 11:09 AM IST  |  અમદાવાદ

ગૃહમંત્રી અમિત શાહ વતનમાં ઉજવશે પોતાનો જન્મદિવસ, સોમનાથ કરશે દર્શન

અમિત શાહ


કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનો 55મો જન્મદિવસ વતન એટલે કે ગુજરાતમાં ઉજવશે. 22 ઑક્ટોબરે અમિત શાહનો જન્મદિવસ છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ ગુજરાત આવશે અને સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં કાર્યક્રમોમાં ભાગ લેશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં યોજાશે કાર્યક્રમો
અમદાવાદના ગોતામાં અમિત શાહના જન્મદિવસે અલગ-અલગ કાર્યક્રમો તથા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. સાથે 10 હજાર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાનો સમારોહ પણ યોજાશે.લાભાર્થીઓને મા અમૃતમ, વિધવા તથા વૃદ્ધોને સહાય પેન્શન, દિવ્યાંગોને સહાય કિટનું વિતરણ કરવામાં આવશે. જન્મદિવસે અમિત શાહ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની 200મી શાખાનું ઉદ્ધાટન કરશે.

આ પણ જુઓઃ Happy Birthday Rekha: જુઓ એવરગ્રીન બ્યુટીના રૅર ફોટોસ

અમિત શાહને જન્મદિવસે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આ સમયે ઉઝબેકિસ્તાનની યાત્રાએ છે. એટલે નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જોરશોરથી અમિત શાહના જન્મદિવસની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે.

amit shah Gujarat BJP