ગુજરાત ક્રિકેટ સંઘના અધ્યક્ષ પદેથી અમિત શાહનું રાજીનામું

29 September, 2019 02:29 PM IST  |  અમદાવાદ

ગુજરાત ક્રિકેટ સંઘના અધ્યક્ષ પદેથી અમિત શાહનું રાજીનામું

અમિત શાહ

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોઢા સમિતિની ભલામણો લાગૂ થયા બાદ ગુજરાત ક્રિકેટ સંઘના અધ્યક્ષના પદથી રાજીનામું આપી દીધું છે. સાથે જ સાંસદ પરિમલ નથવાણી પણ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. શનિવારે જીસીએની ચૂંટણી કરાવવામાં આવી, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી નિર્વિરોધ ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. શનિવારે જીસીએના અધ્યક્ષ પદની ચૂંટણી નથી થઈ.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિના નિર્દેશો અનુસાર બીસીસીઆઈના તમામ રાજ્ય સંઘોને ચાર ઓક્ટોબર સુધી ચૂંટણી સંપન્ન કરે છે. જે બાદ 23 ઓક્ટોબરથી બીસીસીઆઈની ચૂંટણી થશે. જીસીએ સચિવ અશોક બ્રહ્મભટ્ટ, સંયુક્ત સચિવ અનિલ પટેલ અને કોષાધ્યક્ષ ભરત ઝવેરી નિર્વિરોધ ચૂંટાયા. અમિત શાહના પુત્ર જય શાહે પણ સંયુક્ત સચિવના પદથી રાજીનામું આપ્યું છે.

આ પણ જુઓઃ તૈમૂર અને ઈનાયાના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ..

મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ જીસીએના અધ્યક્ષ પર પદથી રાજીનામું આપ્યું હતું. જે બાદ જૂન 2014માં અમિત શાહ જીસીએના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. શનિવારે ઉપાધ્યક્ષ ચૂંટાયા બાદ ધનરાજે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુજરાતને વિશ્વ સ્તરીય ક્રિકેટ સ્ટેડિયમ આપવાનું સ્વપ્ન જોયું છે, જેનું કાર્ય 90 ટકા થઈ ચુક્યું છે. સ્ટેડિયમને સમય પર તૈયાર કરવું મારી પહેલી પ્રાથમિકતા રહેશે.

amit shah Gujarat BJP