ઠાકોર સમાજે જ અલ્પેશ ઠાકોરનો લીધો ભોગ

25 October, 2019 01:22 PM IST  |  Ahmedabad | Adhirajsinh Jadeja

ઠાકોર સમાજે જ અલ્પેશ ઠાકોરનો લીધો ભોગ

અલ્પેશ ઠાકોર

Ahmedabad : પક્ષપલ્ટુ તરીકે ઓળખાતા અલ્પેશ ઠાકોરની અત્યારે પરીસ્થિતી ન ઘરના ન ઘાટના જેવી થઇ ગઇ છે. હું કોઇ પણ પાર્ટી કે પક્ષમાં નહીં જોડાવ માત્ર સમાજ માટે કામ કરીશ આ નિવેદન બાદ કોંગ્રેસમાં જોડાઇ ગયા બાદ ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરથી દુર થઇ ગયો છે અને ત્યાર બાદ ભાજપ સાથે જોડાયા બાદ અલ્પેશ ઠાકોર પરથી સમાજનો વિશ્વાસ ઉઠી ગયો છે. જેની સીધી અસર પેટા ચુંટણી પર જોવા મળી અને ભાજપની હાર થઇ.

પક્ષપલ્ટુ અલ્પેશ ઠાકોરના અનેક વિવાદીત નિવેદનોએ તેને હરાવ્યો
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે ઘણા પાર્ટીના સભ્યો નારાજ થઇ ગયા હતા. ત્યારે ચુંટણી સમયે અલ્પેશ ઠાકોરે ભાજપનીના નિયમ વિરૂદ્ધ નિવેદન કર્યું હતું. જેમાં અલ્પેશે ચુંટણી પ્રચાર દરમ્યાન કહ્યું હતું કે તે જ્યારે કોંગ્રેસ સાથે હતા ત્યારે ઇચ્છે તેને ટીકિટ આપી શકતા હતા. આવા વિવાદીત નિવેદનોથી ભાજપના જ ઘણા મોભીઓને ગમી ન હતી. ભાજપની રણનીતિ છે કે બેઠકની ફાળવણી તેના નહી પણ પાર્ટી કરે છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ભાજપના મોવડીમંડળ સાથે સોદાબાજી કરવાની વાતો પણ સામે આવી હતી. તો લાગતા વળગતાઓને પ્રધાનમંડળમાં સમાવવાની વાત ચૂંટણી પ્રચારમાં કરી હતી. અલ્પેશે એમ પણ કહ્યું હતું કે, હું તો કેબિનેટ મીનીસ્ટર બનવાનો છું. મતદારોએ નક્કી કર્યું કે અમે મત આપીશું તો તમે કેબિનેટ મીનીસ્ટર બનશો ને.

અલ્પેશ ઠાકોરનું કેબિનેટ મીનીસ્ટર બનવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયું
અલ્પેશ ઠાકોર તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભામાં કોંગ્રેસમાં જોડાયા અને પછી ધારાસભ્ય પણ બન્યા. પણ સમય જતાં અલ્પેશે એવું કહીને કોંગ્રેસનો હાથ છોડ્યો કે પક્ષ સમાજની અવગણના કરી રહ્યું છે અને ત્યાર બાદ તે ભાજપ સાથે જોડાઇ ગયો. અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા પછી તેમને કેબિનેટ મીનીસ્ટર બનવાનું સ્વપ્ન આવ્યું તો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવ્યા, પણ પેટા ચુંટણીનું પરિણામ આવતા જ તેમનુ સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયુ છે.

અલ્પેશનું ભાજપ સાથે જોડાવું ભાજપના જ કેટલાક નેતાઓને ગમ્યું ન હતું
એ જગજાહેર છે કે અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓને ગમ્યું ન હતું. મોવડીમંડળ પણ નારાજ હતું, પણ પાર્ટીનો આદેશ માથે ચડાવીને ભાજપમાં એન્ટ્રી તો આપી પરંતુ ચૂંટણી પરિણામોએ અલ્પેશ ઠાકોરની કારકિર્દી સમાપ્ત કરી નાંખી છે.

આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

ઠાકોર સમાજના કહેવાતા આ નેતા હવે ભૂતકાળ બની ગયા છે
કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ કોંગ્રેસમાં ભારે ગણગણાટ હતો કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હરાવવા. જેથી કોંગ્રેસે રાધનપુર બેઠક પર જ એડી ચોડીનું જોર લગાવ્યું હતું અને ઠાકોર સમાજનો સાથ લીધો હતો. અલ્પેશ ઠાકોરને હરાવ્યા. આજે કોંગ્રેસને ડબલ ખુશી હતી. ચૂંટણીમાં 3 બેઠકો તો જીત્યા પણ રાધનપુરની બેઠક જીત્યા તેની ખુશી વધારે છે. સામાન્ય રીતે આયાતી ઉમેદવારોને ગુજરાતની જનતા સ્વીકારતી નથી, એ ઉક્તિ પણ સાચી પડી છે. ‘ઉમેદવાર પાર્ટીનો ના થાય તો તે મતદારોનો કેવી રીતે થાય’. દારૂ અને રોજગારી મુદ્દે રાજકારણ કરનાર એ જ વ્યક્તિ ભાજપમાં જોડાઈ જાય અને ભાજપમાં જોડાયા પછી દારૂ અને રોજગારીના નામે એકપણ નિવેદન નથી આપ્યું.

gujarat Gujarat BJP Alpesh Thakor