પેટા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતાઓ

27 June, 2019 01:12 PM IST  | 

પેટા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતાઓ

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતાઓ

લોકસભા ચુંટણી 2019 પુરી થયા બાદ હવે ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચુંટણીને લઇને ગુજરાતમાં રાજકારણનો માહોલ ગરમાયો છે. અત્યારે ગુજરાત રાજ્યસભામાં 2 બેઠકો ખાલી છે જેમાં કોંગ્રેસના અત્યારે 71 ધારાસભ્યો છે. માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસ પોતાના તમામ 71 ધારાસભ્યો વ્હીપ કરશે. પણ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપશે તો તેને 6 વર્ષ માટે ગેરલાયક મનાશે. અલ્પેશ ઠાકોરે હાલ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપેલું છે. અલ્પેશ ઠાકોર ભાજપ ઉમેદવારને મત આપી શકે તે માટે 5 જુલાઈ પહેલા ભાજપમાં જોડાય તેવા એંધાણ મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોર સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાય તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે.

ગુજરાતની આ બેઠકો પર પેટા ચુંટણી થઇ શકે છે

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાઈ એવી શક્યતાઓ છે. આ સાથે જ પેટાચૂંટણીની સાથે રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી પણ થાય તેવા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં થરાદ, ખેરાલુ, અમરાઈવાડી, અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. દ્વારકા વિધાનસભા ચૂંટણી પણ રદ્દ કરવામાં આવી છે. મોરવા હડફ બેઠક પરથી ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ થતા એ બેઠક પણ ખાલી પડેલી છે. આમ રાજ્યમાં કુલ 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ શકે છે. 

આ પણ વાંચો: PM મોદી G-20 સમ્મેલન માટે પહોચ્યા જાપાન, ઍરપોર્ટ પર ગૂજ્યું મોદીનામ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજમાં દર 6 મહિને વિધાનસભાની પેટા ચુંટણી

છેલ્લે ગુજરાત વિધાનસભા ચૂંટણી વર્ષ 2017માં યોજાઈ હતી. જેમાં ભાજપ 99, કોંગ્રેસ 77, એનસીપી 1, બીટીપી 2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા લોકસભાની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો

gujarat gujarati mid-day