ગુજરાતીઓ સાવધાન! આજે પણ છે આંધી-તોફાનનું અલર્ટ

17 April, 2019 10:19 AM IST  |  ગાંધીનગર

ગુજરાતીઓ સાવધાન! આજે પણ છે આંધી-તોફાનનું અલર્ટ

રાજ્યમાં આંધી તોફાનની આગાહી

મંગળવારે ગુજરાતમાં વાતાવરણે પલટો લીધો હતો અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. આજે પણ હવામાન વિભાગે આંધી અને તોફાન સાથે વરસાદની ચેતવણી આપી છે.

જીવલેણ નિવડ્યો કમોસમી વરસાદ
ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં જીવલેણ તોફાન આવ્યું. જેમાં ગુજરાતમાં નવ લોકોનાં વીજળી પડવા અને વૃક્ષ ધરાશાયી થવાના કારણે મોત થઈ ગયા.  રાજસ્થાનમાં નવ લોકોના મોત થયા. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. અને હજી સુધી આ ખતરો ટળ્યો નથી. આજે પણ આંધી અને તોફાનનું  અલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ મોસમના બદલાયેલા મિજાજની તસવીરો

પાક થયો બરબાદ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. માર્કેટિંગ યાર્ડમાં બહાર રાખવામાં આવેલું અનાજ પલળી જતા નુકસાન થયું છે.

gujarat