AIMS ની ટીમ આવતા અઠવાડિયે રાજકોટ પહોંચશે : 200 એકર જમીન આપશે

09 July, 2019 05:48 PM IST  |  Rajkot

AIMS ની ટીમ આવતા અઠવાડિયે રાજકોટ પહોંચશે : 200 એકર જમીન આપશે

Rajkot : રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે એઇમ્‍સનું જમીન સંપાદન-માપણીનું કામ ગતિમાં છે, અને ર થી ૩ દિવસમાં પુરૂ થઇ જશે. તેમણે ઉમેર્યું હતું કે, આવતા અઠવાડીયે એઇમ્‍સની ટીમ દિલ્‍હીથી રાજકોટ આવી રહી છે, આ ટીમ સાથે મીટીંગ યોજી, તેમને જમીન હેન્‍ડ ઓવર કરી દેવાશે.

આ પણ જુઓ : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

રાજકોટ કલેક્ટર 200 એકર જમીન આપશે
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા એક ખાનગી જમીન સહિત કુલ ર૦૦ એકર જમીન અપાશે. હિરાસર એરપોર્ટ અંગે તેમણે ઉમેર્યું હતું કે
, સરકારે જમીન સંપાદન અંગે કન્‍ફર્મેશન આપી દિધુ છે, હવે જીઆઇડીસીના ડે. કલેકટર દ્વારા ટૂંકમાં ચૂકવણું પણ કરી દેવાશે. લોકમેળા અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે, હાલ મેળામાં કોઇ નવો કાર્યક્રમ-ઇવેન્‍ટ અંગે વિચાર્યુ નથી, પરંતુ અધિકારીઓ દ્વારા તમામ લેવલે કાર્યવાહી થશે.

gujarat rajkot