રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે, બે દિવસ કોલ્ડ વેવની આગાહી

30 January, 2020 07:48 AM IST  |  Ahmedabad

રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે, બે દિવસ કોલ્ડ વેવની આગાહી

બે દિવસ કોલ્ડ વેવની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાન ૩થી ૪ ડિગ્રી વધ્યું છે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોએ રાહત અનુભવી હતી. જોકે આ રાહત અલ્પજીવી છે, કારણ કે ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી છે.

ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફુંકાતાંની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે ભાવનગર, રાજકોટ કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. એટલે કે જ્યાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે ત્યાં લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી અથવા તો એનાથી ઓછું રહેવાની સંભાવના છે. આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ઠંડીનું જોર વધી જશે. ગુજરાત પર સૂકા અને ઠંડા પવન ફુંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.

સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના વિસ્તારમાં પણ લઘુતમ તાપમાન ઘટાડો થશે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત ઠંડીના કારણે લોકો ઠૂંઠવાશે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું જેના કારણે ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને પવનની દિશા પણ ઉત્તર-પૂર્વની હતી. એથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે ફરી એક વખત પવનની દિશા ઉત્તર-પશ્ચિમની થતાં ઠંડીનું પ્રમાણ વધશે.

gujarat ahmedabad