અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટથી બે ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરો રઝળ્યા

17 August, 2019 07:30 PM IST  |  Ahmedabad

અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટથી બે ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરો રઝળ્યા

અમદાવાદ એરપોર્ટ

Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ ભારે વરસાદના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ફ્લાઇટો રદ્દ થઇ રહી છે તો બીજી તરફ અનેક ફ્લાઇટો પોતાના સમય કરતા મોડી પડી રહી છે. ત્યારે આજે શનિવારે મળી રહેલ માહિતી પ્રમાણે અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર બે ફ્લાઇટો રદ્દ થવાથી મુસાફરો રજડી પડ્યા હતા. જોકે એરલાઇન કંપનીએ ઓપરેશન રીઝનના કારણે ફ્લાઇટ રદ્દ થઇ હોવાનું જણાવ્યું છે.

અમદાવાદથી બેંગ્લોર અને કિશનગઢની ફ્લાઇટ રદ્દ થઇ
મળી રહેલ માહિતી પ્રમાણે અમદાવાદથી આજે (શનિવારે) સવારે 8:50 કલાકે ઇન્ડિગોની ફલાઇટ બેંગ્લુરૂની ફલાઇટ રદ કરી હતી. આમ તો એરલાઇન કંપનીએ પ્રવાસીઓને મેસેજ કરી દીધો હતો. પરંતુ કેટલાકના સિસ્ટમ પર એજન્ટના હોવાથી તેમને ખ્યાલ ન હોવાથી એરપોર્ટ પર પહોંચી ગયા હતા.દરમિયાન અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી તેમને પરત ફરવુ પડ્યુ હતુ. અન્ય સ્પાઇસજેટની કિશનગઢની ફલાઇટ પણ બપોરે રદ કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે  આ રૂટ પરની અન્ય કોઇ ફલાઇટ ન હોવાથી મુસાફરો અટવાયા હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

તો બીજી તરફ અમદાવાદથી રવાના થતી મુંબઇ અને દિલ્હી સહિતની અન્ય સેક્ટરની
10થી વધુ ફલાઇટો તેના નિર્ધારીત સમય કરતા મોડી પડી હતી જેના કારણે મુસાફરોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો અને કલાકો સુધી ટર્મિનલમાં જ બેસી રહેવુ પડ્યુ હતું.

ahmedabad indigo spicejet