ક્રાઈમ બ્રાંચના અધિકારીના નામે ગઠિયાએ તફડાવ્યું એસી

18 May, 2019 06:15 PM IST  |  અમદાવાદ

ક્રાઈમ બ્રાંચના અધિકારીના નામે ગઠિયાએ તફડાવ્યું એસી

આમ તો પોલીસનું કામ ગુનાખોરી અટકાવવાનું છે, પરંતુ કેટલાક ગુનેગારો એટલા ચાલાક હોય છે કે પોલીસના નામે જ કમાલ બતાવી દે છે. અમદાવાદમં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીના નામે એક ગઠિયો આખેઆખું એસી તફડાવી ગયો. ઘટના અમદાવાદના જુહાપુરા વિસ્તારની છે.

મળતી માહિતી પ્રમામે જુહાપુરામાં એસીની દુકાન ધરાવતા વેપારી વસીમ હૈદર નકવીને 10 એપ્રિલે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને ચૌધરી ભાઈ ગણાવ્યો. બાદમાં એક એસી ખરીદ્યું અને તેના પૈસા પણ ચૂકવ્યા. બીજા દિવસે ફરી આ ચૌરી નામના વ્યક્તિએ વસીમ નકવીને ફોન કર્યો અને અમદાવાદ ક્રાઇમબ્રાંચના કમિશનર સાહેબને એસી લેવાનું છે એમ કહી સાંજ સુધીમાં એસીની ડિલિવરી આપવા કહ્યું.

ફોન કરનાર વ્યક્તિએ કમિશનરનો જન્મદિવસ હોવાથી સાંજે પછી પૈસા આપીશ તવો આગ્રહ કર્યો, તો વસીમહૈદરે રોકડા પૈસા આપી એસી લઇ જવાનું કહ્યું. આખરે ચૌધરી નામના વ્યક્તિએ ચેક આપવાનું કહ્યું હતું. એક રિક્ષા ચાલક પાસે 57,000 રૂપિયાનો ચેક મોકલાવી એસી લેવા મોકલ્યો અને વાસણાથી એસીની ડિલીવરી લીધી.

આ પણ વાંચોઃ ગોલ્ડ સ્મગલિંગમાં દાઉદના ગુરુ લલ્લુ જોગીનું મૃત્યુ

જો કે વસીમ હૈદરે જ્યારે ચેક બેન્કમાં ભર્યો તો ચેક રિટર્ન થયો હતો. પોલીસે રિક્ષા ચાલકની તપાસ કરતા એસી ઘાટલોડિયા બ્રિજ પાસે કોઇ વ્યક્તિના ઘરે ઉતાર્યું હોવાનું સામે આવ્યું છે.. બાદમાં ચૌધરી નામની વ્યક્તિને અવારનવાર ફોન કરી પૈસાનું કહેતા ગલ્લાતલ્લા કરતો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચે જ હવે તપાસ શરૂ કરી છે.

gujarat Crime News ahmedabad