હવે ઈલેક્ટ્રિક કાર કંપની Teslaનું નવું સ્થળ બની શકે છે ગુજરાત

20 January, 2021 02:28 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

હવે ઈલેક્ટ્રિક કાર કંપની Teslaનું નવું સ્થળ બની શકે છે ગુજરાત

ફાઈલ તસવીર

વિશ્વની પ્રખ્યાત ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનું આગલું લક્ષ્ય ગુજરાત હોઈ શકે છે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારી આ કાર્ય કંપનીના ઉચ્ચ અધિકારી આ કાર્ય કંપનીના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે. બેંગલુરુમાં એક સંશોધન કેન્દ્ર સ્થાપ્યા પછી ટેસ્લા ગુજરાત, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં પોતાના પ્લાન્ટ માટે યોગ્ય સ્થાનની શોધ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં અને લોકોના મોંઢે દુનિયાના સૌથી મોટા શ્રીસંત બનનારા એલેન મસ્કનું નામ ચર્ચામાં છે. એલેન મસ્ક દુનિયાની વિખ્યાત ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક છે. ટાટા, મારૂતિ અને હ્યુન્ડાઈ જેવી જાણીતી ઑટોમોબાઈલ કંપનીઓ બાદ હવે ગુજરાત ટેસ્લા માટે એક નવું સ્થળ બની શકે છે.

ઑટોમોબાઈલ કંપની માટે ગુજરાત સૌથી લોકપ્રિય રાજ્ય

મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ મનોજ દાસ કહે છે કે ગુજરાત સરકારનો ઉચ્ચ અધિકારી ટેસ્લા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કમાં છે. કંપની ભારતમાં તેના પ્લાન્ટ માટે સ્થળ શોધી રહી છે. ઑટોમોબાઈલ કંપની માટે ગુજરાત સૌથી લોકપ્રિય રાજ્ય છે, 24 કલાક પાણી અને વિજળી સાથે ગુજરાતમાં હવે સોલાર એનર્જી અને પવન ઉર્જાના પણ પૂરતા સ્ત્રોત છે.

આવતા 2 વર્ષમાં પોતાના કેટલાક મૉડલ લૉન્ચ કરશે ટેસ્લા

ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં આગામી 2 વર્ષમાં પોતાના કેટલાક મૉડલ લૉન્ચ કરવાની છે. કંપનીનો સૌથી વધારે સેલિંગ મૉડલ-3 અથવા પ્રીમિયમ એક્સ 20211ના પહેલા ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. ટેસ્લા કંપની ભારતમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા કેટલાક અન્ય રાજ્યોમાં પણ પોતાના નવા પ્લાન્ટ માટે જગ્યા શોધી રહી છે. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે ગુજરાત ઉર્જા હબ તરીકે અને એક વિકાસ મૉડલના રૂપે વિશ્વના નક્શા પર ઉભરી આવ્યું છે, એવામાં હ્યુન્ડાઈ, મારૂતિ અને ટાટા બાદ ટેસ્લા કંપની પણ પ્લાન્ટ માટે ગુજરાતને પસંદ કરશે.

gujarat ahmedabad