અમદાવાદના આ રસ્તાઓનો ન કરતા ઉપયોગ, જાણો કારણ

09 September, 2019 08:19 PM IST  | 

અમદાવાદના આ રસ્તાઓનો ન કરતા ઉપયોગ, જાણો કારણ

આગામી 10 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન અને મહોરમના પર્વ ઉજવવામાં આવશે. તહેવારને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોને સામાન્ય વાહનવ્યવહારમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય અને ટ્રાફિક નિયમન થઇ શકે તે હેતુથી પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન અને મહોરમના તાજીયા જુલુસને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ન થાય તે માટે કેટલાક રૂટ બંધ કરાયા છે, તો કેટલાક ડાયવર્ટ કરાયા છે. 10મી સપ્ટેમ્બરે શહેરમાં મહોરમના પર્વને લઇને તાજીયા જુલુસ નીકળશે આ સમય દરમિયાન બપોરના 2 થી લઇને રાત્રીના 12 વાગ્યા સુધી કેટલાક રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.

આ રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર બંધ રહેશે

રેવડી બજારથી રીલીફ રોડ વીજળીઘર તરફનો માર્ગ
વીજળીઘર ચાર રસ્તાથી ભદ્ર તરફનો માર્ગ
પાનકોર નાકાથી ભદ્ર મંદિર તરફનો માર્ગ
દિલ્હી ચકલાથી ધીકાંટા, મિરઝાપુર રોડ
રાયખડથી ખમાસા સુધીનો માર્ગ
રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા ચોક
નહેરુબ્રિજથી રૂપાલી સિનેમા તરફનો માર્ગ
જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધીનો માર્ગ
કામા હોટલ સર્કલથી ખાનપુર દરવાજા સુધીનો માર્ગ
મ્યુનિસિપલ કોઠાથી દાણાપીઠા ચાર રસ્તા સુધીનો માર્ગ
ખમાસા ચોકી તરફથી પારસી અગિયારી તરફનો માર્ગ
રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સુધીનો માર્ગ
જીલ્લા પંચાયતથી ભદ્ર તરફનો માર્ગ

ઉપરના રૂટ બંધ કરાયા છે ત્યારે આ વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાય નહી તેની તકેદારી પણ રાખી છે.


- સાબરકાંઠા હિંમતનગરથી આવતા વાહનો એસટી સ્ટેન્ડ તરફ જતા વાહનો મેમ્કો, બાપુનગર, અજીત મિલ થઇને જઇ શકશે.
- કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જવા માટે દીલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, ચોખા બજાર થઇને કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જઇ શકશે.
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનો આશ્રમ રોડથી પાલડી તરફથી જમાલપુર બ્રીજ થઇને એસટી તરફ જઇ શકશે.

તહેવાર નિમિત્તે કેટલાક રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તાથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન ઇન ગેટ તરફ આવ જા કરી શકાશે નહીં
ગીતામંદિરથી સરદારબ્રીજ થઇને પાલડી તરફ જઈ શકાશે નહીં.
રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલથી ખમાસા, એલીસબ્રીજથી ટાઉન હોલ તરફ આવ જા કરી શકાશે નહીં.

આ પણ વાંચો: સીએમ વિજય રૂપાણીએ તળાવમાં ચલાવી સ્પીડ બોટ, જુઓ ફોટોઝ

અમદાવાદમાં પાર્કિંગની વ્યવસ્થા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. લીસબ્રીજ અને નહેરુબ્રીજ નીચે તાજીયા ઠંડા કરવા માટે લોકો આવતા હોવાથી રિવરફ્રન્ટ પિકનીક હાઉસથી સરદારબ્રીજ તરફ તેમજ સરદારબ્રીજથી શાહીબાગ પિકનીક હાઉસ તરફનો રસ્તાને પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 12મી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન હોવાથી તે દિવસે પણ કેટલાક રૂટ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યાથી ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. પોલીસ કમિશ્નરના આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

gujarat gujarati mid-day