વરસાદ પડતાં અમદાવાદમાં નવરાત્રિના આયોજકો પર ઘેરાયાં ચિંતાના વાદળ

28 September, 2019 09:09 AM IST  |  ગુજરાત | શૈલેષ નાયક

વરસાદ પડતાં અમદાવાદમાં નવરાત્રિના આયોજકો પર ઘેરાયાં ચિંતાના વાદળ

નવરાત્રિમાં વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે રાત્રે તેમજ ગઇકાલે વરસાદ પડતા જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ, સાબરમતી રીવરફ્રન્ટ સહીતના મેદાનો પર જ્યાં ગરબાના કાર્યક્રમો યોજાય છે તે મેદાનોમાં વરસાદી પાણી ભરાઇ જતા નવરાત્રી આયોજકો પર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે.

અમદાવાદમાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને ગઇકાલે સવારથી સતત વરસાદ પડતા ગરબાના મેદાનોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા તેમજ મેદાનો કાદવ કીચડથી ખરડાઇ ગયા હતા.ગુજરાત સરકારના નેજા હેઠળ અમદાવાદના જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં ગરબા થાય છે તે મેદાન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ મેદાન સહિતનાં મેદાનો પર નજરો કરો ત્યાં પાણી જ પાણી દેખાતા હતા.જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમ્યાન મોટાપાયે ગરબાના કાર્યક્રમો યોજાય છે.આ મેદાનમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ઠેક ઠેકાણે નીક બનાવવી પડી હતી તેમજ જેસીબી મશીન કામે લગાડ્યું હતું.વરસાદી પાણી કાઢવા માટે કામદારોને કામે લગાડ્યાં હતા.

gujarat ahmedabad navratri