આજથી અમદાવાદના મુસાફરો પહેલી વાર ટનલમાંથી કરશે મેટ્રોમાં મુસાફરી

02 October, 2022 09:11 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો અને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સ્ટેશન સુધી મુસાફરી કરી હતી

અમદાવાદમાં આજથી મુસાફરો માટે થલતેજથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો રેલ શરૂ થશે.

અમદાવાદ : આજથી અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેન મુસાફરો માટે શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદના ઇતિહાસમાં પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે શહેરના મુસાફરો પહેલી વાર ટનલમાંથી મુસાફરી કરવાનો રોમાંચ માણશે. શહેરીજનોને મેટ્રો ટ્રેન દર ત્રીસ મિનિટે મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો અને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. આ રૂટ આજથી અમદાવાદના શહેરીજનો માટે શરૂ થશે. મેટ્રો રેલના ઑફિસરે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલી વાર બની રહ્યું છે કે અમદાવાદમાં કોઈ ટ્રેન ટનલમાંથી એટલે કે અન્ડર ગ્રાઉન્ડમાંથી પસાર થશે. અમદાવાદના કોટ વિસ્તારમાં મેટ્રો રેલની ટનલ બનાવી છે. આ ટનલ સાડાછ કિલોમીટર લાંબી છે અને
એમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા ઈસ્ટ એમ ચાર અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે.’

ahmedabad gujarat