અમદાવાદઃએક જ વાર વપરાતા પ્લાસ્ટિક પર મે મહિનાથી મૂકાઈ શકે છે પ્રતિબંધ

08 April, 2019 08:31 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃએક જ વાર વપરાતા પ્લાસ્ટિક પર મે મહિનાથી મૂકાઈ શકે છે પ્રતિબંધ

પ્લાસ્ટિક પર મૂકાશે વધુ એક પ્રતિબંધ

શહેરમાં મે મહિનાથી પ્લાસ્ટિક પર વધુ એક પ્રતિબંધ મૂકાઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂતકાલાં 50 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ્સને પ્રતિબંધિત કરી ચૂકી છે. જેને પરિણામે પાણીના પાઉચ, કેરી બેગ્સનો વપરાશ નહિવત્ થઈ ચૂક્યો છે. તો પ્લાસ્ટિકના ચાના કપ પણ હવે માર્કેટમાં નથી દેખાતા. DNAના રિપોર્ટ પ્રમાણે યુનાઈટેડ નેશન્સના રિઝોલ્યુશન પ્રમાણે હવે AMC એક જ વખત વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર મે 2019થી પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

AMCના કર્મચારીઓ ફૂડ બિઝનેસ અને વેપારીઓને મળીને એક જ વખત વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની ચમચી, ડીશોનો ઉપયોગ બંધ કરવા વાત કરી રહ્યા છે. એએમસીના અધિકારીના કહેવા પ્રમાણે અધિકારીઓ પ્લાસ્ટિકનો ફૂડ પાર્સલમાં થતો ઉપયોગ ઘટાડવા પણ અપીલ કરી રહ્યા છે. ડીએનએ સાથેની વાતચીતમાં કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે પાર્સલમાં વપરાતા પ્લાસ્ટિકને કારણે રોજ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ડમ્પ થઈ રહ્યું છે, એટલે અમે વેપારીઓને તેનો વિકલ્પ શોધવા કહ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ગરમીથી આ રીતે બચો

DNAના રિપોર્ટ પ્રમાણે 2019ની સામાન્ય ચૂંટણી જાહેર થવાને કારણે આ પ્રતિબંધ મોડો થયો છે. ચૂંટણી પ્રક્રિયા અને આચાર સંહિતા લાગુ થવાને કારણે પ્રતિબંધ અમલમાં નથી લાવી શકાયો. મળતી માહિતી પ્રમાણે 23 એપ્રિલે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ AMC પ્રતિબંધની જાહેરાત કરી શકે છે. આ પ્રતિબંધ પહેલી મેથી લાગુ થશે.

ahmedabad gujarat news